ગુજરાતના આ શહેરમાં આવેલું છે વિઝા વાળા હનુમાનજીનું મંદિર,અહીં માત્ર માનતા રાખવાથી વિદેશમાંથી આવે છે વિઝા, જાણો કઈ જગ્યાએ છે મંદિર…

Published on: 11:15 am, Fri, 15 March 24

આજકાલ દરેક વ્યક્તિઓના શોખ છે વિદેશ જવાના અને વિદેશ જવાનું સપનું સાકાર કરવા માટે આર્થિક રીતે સક્ષમ હોવ તો જરૂરી છે પરંતુ આર્થિક રીતે સક્ષમ સિવાય પણ વિઝા આવવા ખૂબ જ જરૂરી છે અને વિઝા મેળવવા હાલના સમયમાં ખૂબ મુશ્કેલ છે

એટલા માટે લોકો એજન્ટોની મદદથી ગેરકાયદેસર રીતે અન્ય દેશોમાં જતા હોય છે અને મુશ્કેલીમાં મુકાતા હોય છે. ઘણા લોકો ખોટી ડિગ્રીઓ બનાવડાવીને પણ વિદેશ જતા હોય છે.આ લોકો મંદિર અમદાવાદના ખાડીયા વિસ્તારમાં દેસાઈ રોડ પર આવેલું છે.

અહીં 150 વર્ષ જૂનો હનુમાનજી મહારાજનું મંદિર છે જ્યાં વિદેશ જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ હનુમાનજી મહારાજની માનતા રાખતા હોય છે અને માનતા રાખ્યા બાદ જ તેઓના વિઝા પણ આવી જતા હોય છે. જો તમારે પણ વિઝા મેળવવા હોય અને તમને હનુમાનજી મહારાજ પર શ્રદ્ધા હોય

તો તમારે આ મંદિરે તમારો પાસપોર્ટ લઈને જવાનું જેથી કરીને પૂજારી હનુમાનજીને પાસપોર્ટ દેખાડે છે અને આગળ સંકલ્પ મુકાવ્યા બાદ ભક્તોને વિઝા આવે છે.આપને જણાવી દઈએ કે આ મંદિર 20 વર્ષથી વિઝા વાળા હનુમાનજી તરીકે ઓળખાય છે.

જે લોકો શ્રદ્ધાપૂર્વક હનુમાનજી પાસે વિદેશ જવાનો સંકલ્પ કરે છે તેમને વિઝા મળી જાય છે અને પરંતુ મિત્રો આ તો શ્રદ્ધાની અને આસ્થાની વાત છે અમુક લોકોને વિશ્વાસ આવે અમુક લોકોને ના આવે પરંતુ અહીં ઘણા બધા એવા ઉદાહરણ છે કે હનુમાનજી મહારાજની માનતા રાખ્યા બાદ તેઓને વિઝા મળી ગયા હોય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ગુજરાતના આ શહેરમાં આવેલું છે વિઝા વાળા હનુમાનજીનું મંદિર,અહીં માત્ર માનતા રાખવાથી વિદેશમાંથી આવે છે વિઝા, જાણો કઈ જગ્યાએ છે મંદિર…"

Leave a comment

Your email address will not be published.


*