મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મોટા નિર્ણયની જાહેરાત કરી સૂત્રો અનુસાર તેમને જણાવ્યું કે 1 ઓક્ટોબરથી રાજ્યના તમામ પ્રાણી સંગ્રહાલય અને ગાર્ડન અને પાર્ક ફરીથી લોકો માટે ખોલી દેવા નો મોટો નિર્ણય લીધું. અનલોક ૪ અનુસાર કેન્દ્ર સરકારે રેસ્ટોરન્ટ,સિનેમા હાઉસ કરવાનો નિર્ણય આપ્યા બાદ આ એક મોટો નિર્ણય જાહેર કર્યો. આવ નિર્ણયના કારણે પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને ખુબ જ ફાયદો થશે.
લોકડાઉન બંધ કરવામાં આવેલ રાજ્યની જાણીતી જગ્યાઓ જેમકે જૂનાગઢનો સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય અને ગીરમાં આવે દેવળિયા સફારી પાર્ક પણ ફરી શરૂ કરવાનો આદેશ આપ્યો. 1 ઓક્ટોબર બાદ આ તમામ વિસ્તારોમાં લોકો માટે જવાની મંજૂરી આપશે. અભ્યારણ નિયમ મુજબ 16 ઓગસ્ટ થી ખુલશે
1 ઓગસ્ટ બાદ તમામ ફરવાના સ્થળો ખોલી દેવામાં આવશે. તેના કારણે સરકારી ખાતાઓની ખૂબ જ લાભ થશે. અને જંગલ વિસ્તારમાં રહેનારા વ્યક્તિઓ માટે ફરીથી પોતાનો વ્યવસાય શરૂ થશે. આ અંગે વનવિભાગન દ્વારા પણ વહીવટીતંત્ર ની બેઠક બોલાવવામાં આવશે.
તમામ પ્રાણી સંગ્રહાલય અને પાર્કમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે લોકોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. માત્ર ગીર જંગલમાં જ દર વર્ષે લાખો પ્રવાસીઓ ઘરની મુલાકાત લે છે તેના કારણે વનવિભાગ અને સરકારને કરોડો ફાયદો થાય છે. છેલ્લા છ મહિનાથી બાંધવાથી વનવિભાગ અને સરકારને ખૂબ જ નુકસાન થયું છે તે માટે આ મારો નિર્ણય જાહેર કરવામાં આવ્યું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!