અમદાવાદના તમામ ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચલાવનારા લોકો માટે ખૂબ જ મહત્વના સમાચાર છે કે, અમદાવાદ પોલીસ કમિશનરે ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની સ્પીડ લિમિટ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.
અને આ જાહેરનામા પ્રમાણે શહેરી વિસ્તારમાં ટુ વ્હીલર ચાલકો મહત્તમ 60 કિલોમીટર પ્રતિ કલાક અને ફોર વ્હીલ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાહન ચલાવવું પડશે. ટ્રાન્સપોર્ટેશન વ્હીકલો શહેરી વિસ્તારમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવી શકાશે.
અને જો સ્પીડ વધુ હશે તો ટ્રાફિક પોલીસ જાહેરનામા ભંગનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આ જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આઠ કરતાં વધુ સીટ ધરાવતા વ્હિકલ 70 કિલોમીટર પ્રતિ કલાક.
ટ્રાન્સપોર્ટેશન વાળા વ્હિકલ 60 કિલોમીટર પ્રતિ કલાક અને ટેકટર 30 કિલોમીટર પ્રતિ કલાક અને ટુ-વ્હીલર 60 કિલોમીટર પ્રતિ કલાક અને કાર 40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ચલાવી શકાશે.
આ ઉપરાંત કેબ માટે 50 કિલોમીટર પ્રતિ કલાક ની સ્પીડ નક્કી કરવામાં આવી છે. શહેરી વિસ્તારમાં ટ્રાન્સપોર્ટેશન તેમજ આઠ કરતાં વધુ મુસાફરો વાળા વ્હીકલ સ્પીડ ઓછી રખાઇ છે.
ગુજરાતમાં 2017 દરમિયાન 18 હજાર 81 માર્ગ અકસ્માત થયા હતા અને 7289 વ્યક્તિના મોત થયા હતા. ભારતમાં સૌથી વધુ માર્ગ અકસ્માત થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત 10મા ક્રમે છે.
ગુજરાતમાં હિટ અને રન અથાત અકસ્માત કરીને ભાગી છુટવાની ઘટનાઓ વધી છે,આ પ્રકારના અકસ્માતમાં દરરોજ સરેરાશ ત્રણ થી વધુ નાગરિકોના મોત થઈ રહ્યા છે.
પાંચ વર્ષ માં ગુજરાત માં 11 હજાર 411 હિટ એન્ડ રન ના પોલીસ કેસ નોંધાયા છે,જેનો અડધો અડધ કેસ માં 5570 આરોપી વાહનો ચાલકો,માલિકોને પોલીસ હજુ સુધી પકડી શકી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment