ખૂબ ખૂબ ધન્ય છે આ પાટીદાર પરિવારને..! દીકરીઓને માથાનો બોજ ગણતા લોકોને આ તસવીરો જરૂર દેખાડજો અને તેમને કહેજો કે…

મિત્રો આજના આધુનિક જમાનામાં પણ હજુ ઘણા એવા લોકો છે. તેઓ દીકરીઓને માથાનો બહુ જ ગણતા હોય છે. તેથી જ તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ, જેમાં દીકરીઓનો જન્મ થતા જ તેને તરછોડી દેવામાં આવે છે. આવા લોકોના મનમાં દીકરીઓના પ્રત્યે જે નફરત ભરેલી છે તે દૂર થાય એવો એક કિસ્સો આજે અમે લઈને આવ્યા છીએ. આ કિશોર લગભગ બે થી ત્રણ વર્ષ પહેલાનો છે.

ગુજરાતના કડીના પાટીદાર પરિવારે દીકરી એટલે વ્હાલનો દરિયો અને દીકરી એટલે લક્ષ્મી કહેવતોને સાબિત કરી દીધી છે. પાટીદાર પરિવારમાં બે દીકરીઓનો જન્મ થતા જ પરિવાર ઘરની લક્ષ્મીનું ઘરે ખૂબ જ ધામધૂમથી સ્વાગત કર્યું હતું. દીકરીઓને જ્યારે ઘરે લાવવામાં આવે ત્યારે તેમનો અનોખું સ્વાગત જોવા માટે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા.

વિગતવાર વાત કરીએ તો કડીમાં આવેલી ગોપાલપાર્ક સોસાયટીમાં રહેતા 72 ચુંવાળ કડવા પાટીદાર સમાજના પ્રમુખ દિનેશભાઈ ભીખાભાઈ પટેલ ના દીકરા અંકિતના ઘરે જોડીયા દીકરીઓનો જન્મ થયો હતો. દીકરીઓનો જન્મ થતા જ પરિવારમાં એક અલગ જ ખુશી જોવા મળી હતી.

દિનેશભાઈ પટેલના દીકરા અંકિતના ઘરે બે જુડવા દીકરીઓનો જન્મ થયો હતો. દીકરીઓનો જન્મ થતા જ પરિવારમાં હરખની હેલી આવી હતી. જ્યારે દવાખાનાથી પુત્રવધુ અને દીકરીઓને રજા આપવામાં આવી, ત્યારે ઘરે પરિવારના અને સોસાયટીના સભ્યોએ ખૂબ જ ધામધોમાંથી દીકરીઓ અને તેમની માતાનું સ્વાગત કર્યું હતું. ઢોલ-નગારા અને પુષ્પવર્ષા સાથે લક્ષ્મીઓનું ઘરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

તસવીરોમાં તમે જોઈ શકો છો કે દીકરીઓના સ્વાગત માટે સોસાયટીમાં લાલ કલરનું કારપેટ પાથરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સોસાયટીની મહિલાઓએ પુષ્પવર્ષા કરીને માં અને દીકરીઓનું એક અનોખા અંદાજમાં ઘરે સ્વાગત કર્યું હતું. જે લોકો દીકરીઓનો જન્મ થતા જ તેને તરછોડી દે છે. તેવા લોકો માટે પાટીદાર પરિવાર દીકરીઓનું સ્વાગત કરીને સમાજને નવો રાહ ચિંધ્યો છે.

આ પાટીદાર પરિવારના વખાણ ચારેય બાજુ ચાલી રહ્યા છે. જે લોકો દીકરીઓને માથાનો બોજ ગણે છે તે લોકોને આ ફોટા બતાવજો અને તેમને કહેજો કે દીકરીઓ માથાનો બોજ નથી તે તો ઘરની લક્ષ્મી છે તેનું આ રીતે ઘરે સ્વાગત કરવું જોઈએ અને તેની સારી રીતે રાખવી જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*