આજે અમે તમને એક ભારતના વીર પુત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણવાથી તમારી છાતી ગજગજ ફૂલી જશે. વીર જવાનનું નામ મુકુટ બિહારી મીના છે. તેમના મિત્રોનું કહેવું હતું કે મુકુટ બિહારી મીનાનું બાળપણ થી જ દેશની સેવામાં જોડાવાનું સપનું હતું.
તેમની સેના પ્રત્યેની આવી લાગણીના કારણે માત્ર 18 વર્ષની ઉંમરમાં જ તેમનું આર્મીમાં સિલેક્શન થયું હતું. થોડા સમય પછી એમના લગ્ન કરી દેવામાં આવ્યા હતા. લગ્નના બે વર્ષ પછી તેમના ઘરે દીકરી નો જન્મ થયો હતો અને એ સમયે તેમને આર્મી ની સ્પેશિયલ ફોર્સમાં સામેલ કરવામાં આવ્યા હતા.
થોડા સમયમાં તે દેશની સેવા કરતા શહીદ થઈ ગયા. તેઓના ઘરે તેમના શહીદી ના સમાચાર પહોંચાડવામાં આવ્યા હતા. સમાચાર મળતાની સાથે જ તેમના ઘરે માતમ ફેલાઈ ગયો હતો.
શહીદ નું પાર્થિવ શરીર તેમના ઘરે લાવવામાં આવ્યું હતું. શહીદની અંતિમ વિદાય આપવા માટે લોકો દૂર દૂરથી તેમના ગામે ઉમટી પડ્યા હતા.શહીદ ની દીકરી માત્ર પાંચ મહિનાની હતી ત્યારે તેની સામે સુતા પોતાના પિતાને જોઈ રહી હતી.
એ પાંચ મહિનાની માસુમ ને શું ખબર હતી કે તે જેને જોઇ રહી છે તેના પિતા નું પાર્થિવ શરીર છે. જે દેશની સેવા કરતા વીરગતિને પ્રાપ્ત થઈ ગયા.
પાંચ મહિના ની દીકરી પોતાના પિતાને સરખી રીતે જોયા પણ ન હતા અને ના તો તેના પિતાએ પોતાની ફુલ જેવી દીકરી ને મન ભરી ને રમાડી પણ હતી. તારે તેમની દિકરીનો જન્મ થયો ત્યારે મુકુટ બિહારી મીના થોડાક જ દિવસોમાં પાછા પોતાની ફરજ પર જતા રહ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment