આજના 75 માં સ્વાતંત્ર્ય દિવસના પર્વ અલ્પેશ કથીરિયા કરશે મોટી જાહેરાત, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ

Published on: 12:26 pm, Sun, 15 August 21

પાટીદાર અનામત આંદોલન ના પાસ ના કન્વીનર અલ્પેશ કથિરીયા આજરોજ એટલે કે 15 મી ઓગસ્ટ ના રોજ સુરતમાં એક મોટી જાહેરાત કરવાના છે. જાહેરાત રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. ઓબીસી અનામત ને લઈને આગામી દિવસોમાં શું રણનીતિ તૈયાર કરવામાં આવશે.

તે બાબતે અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું. અલ્પેશ કથીરિયા પહેલા વિડીયો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આજની જાહેરાત માત્ર સુરત પૂરતી છે અને તેનાથી સમગ્ર ગુજરાતમાં આનંદ થાય તેવી જાહેરાત હશે.

આગામી સમયમાં રાજ્યના સામાજિક આગેવાનો ને મળીને વાત કરીશું અને સંસ્થાને પણ મળીશું. ત્યારે તેઓએ કહ્યું હતું કે અમે યુવા મિત્રોની મદદ લઇ રહ્યા છીએ.

ત્યારે તેઓએ કહ્યું હતું કે કોઈ પ્રકારનો નિર્ણય આગામી બેઠક બોલાવી શું અને તેમાં નિર્ણય લઇશું કે ઓબીસી બાબતે સમાજનો સમાવેશ કરવા માટે આગામી દિવસોમાં શું કરી શકાય.

અલ્પેશ એ કહ્યું હતું કે 15 મી ઓગસ્ટના દિવસે એટલે કે આજરોજ આંદોલનના છ વર્ષ પૂર્ણ થાય છે. ત્યારે અમે આ દિવસને ક્રાંતિકારી દિવસ તરીકે ઉજવ્યો અને આની જાહેરાત ટૂંક સમયમાં કરીશું.

15 મી ઓગસ્ટના રોજ એટલે કે આજરોજ પાટીદાર અનામત આંદોલનના 14 જવાનો શહીદ થયા હતા. તેમના માન અને સન્માન માટે સુરતમાં આજરોજ કાર્યક્રમ યોજવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!