“યે રિશ્તા ક્યા કહેલાતા હૈ” સીરીયલમાંથી ફેમસ બનેલી વૈશાલી ઠક્કરે સુસાઇડ પહેલા એક એવો વિડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો કે, વીડિયો જોઈને તમને પણ… જુઓ વિડિયો

મિત્રો આજકાલ સમગ્ર દેશભરમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે ગત રવિવારના રોજ મધ્યપ્રદેશના ઇન્દોરમાં રહેતી ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બનતા આજે સમગ્ર ટીવી ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો હતો.

આ સમાચાર મળતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસને મૃત્યુ પામેલી વૈશાલી પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. વૈશાલી ની વાત કરીએ તો તે બીગ બોસ 11 માં પણ જોવા મળી હતી. આ ઉપરાંત તે યે રિશ્તા ક્યા કહેલાતા હે સિરીયલમાંથી ખૂબ જ પ્રખ્યાત બની હતી.

વૈશાલી એ સુસાઇડ નોટમાં રાહુલ નામના વ્યક્તિ અને તેની પત્નીનો ઉલ્લેખ કર્યો હતો. વૈશાલીએ લખ્યું હતું કે, બંને તેને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા જેના કારણે તેને આ પગલું ભર્યું છે. પોલીસે આરોપી રાહુલની ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરી દીધી છે.

આ સમગ્ર ઘટનાને લઈને આશ્ચર્યની વાત એ છે કે, છ દિવસ પહેલા વૈશાલી તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક રિલ શેર કર્યો હતો. આ વીડિયોમાં વૈશાલી એક સીલીંગ ફેન દેખાડતી હતી. જેમાં લખ્યું હતું કે, જે માણસ નથી તેણે પંખો ફેરવવો જોઈએ.

વૈશાલીએ પોતાનું જીવન ટૂંકાવ્યા પહેલા સોશિયલ મીડિયામાં પંખાનો વિડીયો બનાવીને લોકોને હિન્ટ આપી હતી કે તે આ પગલું ભરવા જઈ રહી છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Vaishali Takkar (@misstakkar_15)

સીલીંગ ફેન નો વિડીયો શેર કરતા વૈશાલીયે રમુજી અંદાજમાં લખ્યું હતું કે, જે કોઈ કેદી કે કેદી નથી, તેણે પંખો ફેરવવો જોઈએ. આ વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકોએ કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની કોમેન્ટો કરી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*