નાગજી દાદા(Nagji Dada): દેશમાં અવારનવાર વાતાવરણમાં ફેરફાર જોવા મળે છે જેના કારણે લોકો બીમાર પડે છે. સીઝન બદલાઈ કે ખાવા પીવામાં ફેરફાર થાય ત્યારે સૌથી પહેલા શરદી થઈ જાય છે. ઘણા લોકોને શરદીમાં નાકમાંથી સતત પાણી પડે રાખે છે, કોરોનાની શરૂઆત હતી ત્યારે શરદી થતી તો ચિંતા નો વિષય બની જાય પરંતુ હવે શરદી સામાન્ય લાગે છે. જોકે સીઝનલ ફ્લુ જેવી સામાન્ય લાગતી શરદી તકલીફ ખૂબ આપે છે, શરદી થાય એટલે વ્યક્તિ સાન ભાન ભૂલી જાય છે.
તેને ન ખાવું ગમે ન તો કામ કરવું ગમે, આ શરદી થાય પછી વ્યક્તિ મુસીબતમાં મુકાઈ જાય છે. નાકમાંથી પાણીની જેમ સતત શેડા નીકળતા રહે તેવી શરદી ઘણીવાર ધૂળ, પ્રદૂષણના કારણે પણ થાય છે. આ સમસ્યા દૂર કરવાનો અદભુત ઉપાયો આયુર્વેદમાં દર્શાવવામાં આવ્યો છે. આ અકસીર ઈલાજ છે જેને કરવાથી, સાત દિવસમાં શરદી કાયમ માટે ગાયબ થઈ જશે. હવે ગરમીની શરૂઆત થઈ ગઈ છે એટલે મોટા ભાગના લોકો રાત્રે એસીની ઠંડકમાં સુતા રહે છે.
આ ટેવ ના કારણે પણ શરદી થાય છે, વળી કેટલાક લોકો એવા હોય છે જેને કબજિયાત પણ રહેતી હોય છે. આ બંને ખૂબ તકલીફ આપતી સમસ્યાઓને દૂર કરવાનો આજે એક ઈલાજ તમને જણાવીએ. શરદી તમને વાતાવરણના કારણે થઈ હોય, એલર્જીના કારણે થઈ હોય કે અન્ય કોઈ કારણે આ ઈલાજ તમને રાહત ચોક્કસથી આપશે. આ ઉપાય કરવાથી નાકમાંથી પડતું પાણી બંધ થાય છે અને શરદી પણ મટી જાય છે.
જો તમને અવારનવાર નાકમાંથી પાણી નીકળે રાખતું હોય અને તેની સાથે માથાનો દુખાવો પણ રહેતો હોય તો આ ઉપાય એક અઠવાડિયું કરવાથી લાભ થાય છે. આવી શરદી હોય ત્યારે દરેક કામ કરતી વખતે અસહજતા રહે છે, રસોઈ બનાવવી હોય, ઓફિસ જવું હોય કે અન્ય કોઈ કામ નાકમાંથી સતત ટપકતું પાણી સમસ્યા કરે છે. વળી તેના કારણે માથાનો દુખાવો, ગળામાં તકલીફ પણ રહે છે, તો આ સમસ્યાથી મુક્તિ મળે કઈ રીતે એ પણ જણાવી દઈએ.
તેનો સૌથી સરળ અને અસરકારક ઈલાજ છે ચીની કબાબ, આ ચીની કબાબ જોવામાં તીખો લાગે છે પરંતુ તે તેનાથી અલગ હોય છે. તેને નિયમિત ખાવાથી શરદી મટે છે, તે દેખાવામાં તીખા જેવા લાગે છે પરંતુ તેનો સ્વાદ જરા પણ તીખો હોતો નથી. આ વસ્તુ તમને દેશી ઓસડિયા મળતા હોય તે દુકાનેથી મળી જાય છે. જોકે તેનો ભાવ કિલોના 2000 જેટલો હોય છે, પરંતુ દવા માટે ખૂબ ઓછી માત્રામાં તેને લેવાનું હોય છે.
25 ગ્રામ દાણા પણ થઈ જાય છે, આ પ્રયોગ તમારે 15 દિવસ કરવાનો છે, 15 દિવસમાં તમારી શરદી જડમૂળથી નાબૂદ થઈ જશે. આ સિવાય આ દવા પથરીના દર્દીઓને પણ લાભ કરે છે, જેમને પથરી હોય તેને પણ આ ઉપાય કરવો જોઈએ. આ સિવાય આ ઔષધી હાર્ટ માટે પણ લાભકારી છે, આ ઉપાય કરવા માટે તમારે તેના 15 દાણા લેવાના છે. તેને એક કપ પાણીમાં રાત્રે પલાળી દેવા, સવારે ઊઠી તેને બરાબર મસળી લેવા અને પછી તે પાણીને ગાળી લેવું. હવે આ ગાળેલું પાણી ખાલી પેટે પી જવાનું છે, બીજા દિવસે નવા ચીની કબાબ લઈને તેને પાણીમાં પલાળવા. એકવાર પલાળી લીધેલા ચીની કબાબ ફરી ઉપયોગમાં લેવા નહીં, આ પ્રયોગ 15 દિવસ કરવાથી શરદી, પથરીમાં લાભ થાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment