મિત્રો તમને બધાને ભાગ ખાવાનું પસંદ હશે. ઘણા એવા લોકો હોય છે જ્યારે ચોખાનો ભાવ સસ્તો થાય ત્યારે ચોખાની ખરીદી કરતા હોય છે અને ત્યારબાદ ઘણા લાંબા સમય સુધી તેને ઘરમાં સાચવી રાખતા હોય છે. ચોખાની ઘરમાં સંગ્રહ કરતી વખતે તેની ખૂબ જ કાળજી રાખવી પડે છે.
જો વાતાવરણમાં પરિવર્તન થાય અને ભેજવાળી જગ્યા પર ચોખાનો સંગ્રહ કરવામાં આવે તો અમુક સમયે તેમાં ધનેડા અને નાની નાની જીવાતો પડે છે. તો ચાલો જાણીએ ચોખામાં પડતા ધનેડા અને નાની-નાની જીવાતો ને રોકવા માટે આપણે કયા ઘરેલુ ઉપચારનો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો ચોખામાં પડતી જીવાત ને રોકવા માટે જે વાસણમાં તમે ચોખા રાખો છો.
તે વાસણને સારી રીતે ધોઈને સાફ કરો. જો શક્ય હોય તો થોડાક કલાકો સુધી તે વાસણને તડકામાં રાખો જેના કારણે તેમાં ભેજ કે પાણી ન રહે. જો તમે વાસણને તડકામાં મૂકી ન શકો તો સુતરાઉ કાપડથી વાસણને બરોબર સાફ કરી લો અને ત્યારબાદ તેમાં ચોખાનો સંગ્રહ કરો. ચોખાનો સંગ્રહ એવા પાત્રમાં કરો જે પાત્રમાં હવા જઈ શક્તિ ન હોય.
આવા હવા ચુસ્ત પાત્રમાં ચોખાનો સંગ્રહ કરવાથી લાંબા સમય સુધી ચોખા સારા રહી શકે છે. આવા પાત્રની અંદર ચોખા ભરતી વખતે તેમાં લીમડાના થોડાક પાન નાખી દો. જેના કારણે આખું વર્ષ તમારા ચોખા એકદમ સારા રહેશે. ચોખામાં જીવાત રોકવા માટે ખૂબ જ પાતળા સુતરાઉ કાપડ લ્યો અને તેને નાના ચોરસ ટુકડામાં કાપી લ્યો.
આપણો હાથ રૂમાલ હોય તેની જેટલું સુતરાઉ કાપડ કાપો. જો તમે 20 કિલો ચોખા એક પાત્રમાં સંગ્રહ કરવા માંગતા હોય તો છ થી આઠ ટુકડા લ્યો. પછી તે કાપેલા ટુકડામાં થોડુંક થોડુંક મીઠું ભરો. ત્યારબાદ તે મીઠાની પોટલી બનાવો અને તે પોટલી ચોખા જે પાત્રમાં સંગ્રહ કરો છો તેમાં મૂકી દો.
સૌપ્રથમ મીઠાની બે પોટલી મુકો ત્યારબાદ જ થોડાક ચોખા ભરો ત્યારબાદ ફરીથી બે મીઠાની પોટલી મુકો અને પછી થોડાક ચોખા ભરો તેવી રીતે ચોખા સંગ્રહ કરવા પડશે. જેના કારણે ચોખાની અંદર ઘણા લાંબા સમય સુધી જીવાત અને ધનેડા નહીં પડે. ચોખામાં ધનેડા અને નાની જીવાતથી બચવા માટેના આ ઘરેલુ ઉપચાર તમને કેવા લાગ્યા તે કોમેન્ટ બોક્ષ માં જણાવો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment