પિતાએ 2 વર્ષની દીકરીને જોરથી ગળે વળગીને તેનો જીવ લઈ લીધો, પછી માસુમ દીકરીના મૃતદેહ સાથે પિતાએ…જાણો શા માટે પિતાએ આ પગલું ભર્યું…

Published on: 7:12 pm, Mon, 28 November 22

હાલમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં મૂળ ગુજરાતના અને બેંગ્લોરમાં ટેકનીશીયન તરીકે કામ કરતા યુવાને પોતાની બે વર્ષની દીકરીનો જીવ લઈ લીધો છે. દીકરીનો જીવ લીધા બાદ પિતાએ કંઈક એવું પગલું ભર્યું હતું કે ભલભલા લોકો જોકે ઉઠ્યા હતા. મળતી માહિતી અનુસાર દીકરીનો જીવ લીધા પછી પિતાએ પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે બચી ગયા હતા.

પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે પિતા પાસે દીકરીને ખવડાવવા માટે પૈસા ન હતા તેથી પિતાએ આ પગલું ભર્યું હતું. આરોપી પિતાની ઓળખ 45 વર્ષીય રાહુલ પરમાર તરીકે થાય છે. રાહુલ પરમાર મૂળ ગુજરાતનો રહેવાસી છે અને બે વર્ષ પહેલાં તે પોતાની પત્ની ભવ્યાની સાથે બેંગ્લોરમાં શિફ્ટ થઈ ગયો હતો. 15 નવેમ્બરના રોજ અચાનક જ રાહુલ પોતાની દીકરી સાથે ગુમ થઈ ગયો હતો.

રાહુલ ગુમ થઈ ગયા બાદ પરિવારના લોકોએ તેના ગુમ થવાની ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ત્યારે 16 નવેમ્બરના રોજ કોલારના કેનદતિ ગામના તળાવમાંથી બાળકીનું મૃતદેહ મળી આવ્યું હતું. તળાવના કિનારા પાસે પોલીસને એક વાદળી કલરની કાર પણ મળી આવી હતી. પોલીસે બાળકીના પિતાને 16 નવેમ્બરના રોજ બેંગ્લોર રેલ્વે સ્ટેશન પરથી ઝડપી પાડ્યો હતો.

પોલીસ તપાસમાં રાહુલે જણાવ્યું કે, તે દીકરીને સ્કૂલે લઈ જવાના બહાને ઘરેથી નીકળી ગયો હતો. તે પોતાનો જીવ ટૂંકાવા માંગતો હતો. પરંતુ ત્યારે તેની દીકરી સાથે હતી તેથી તે નિર્ણય લઈ શક્યો નહીં. ત્યારબાદ તેને આખો દિવસ પોતાની દીકરી સાથે બેંગ્લોર અને કોલારની આસપાસ ચક્કર લગાવ્યા હતા. ત્યારબાદ સાંજના સમયે એક તળાવ પાસે તેને પોતાની કાર રોકી હતી.

ત્યાગ કાર ઊભી રાખીને તે વિચારી રહ્યો હતો કે શું કરવું જોઈએ. તે ઘરે પાછો વળવા માટે વિચારી રહ્યો હતો. પરંતુ તેને ડર હતો કે ઘરે જઈશ તો લેણદારો તેને ખૂબ જ પરેશાન કરશે. ત્યારબાદ તળાવની પાસે આવેલી એક દુકાનમાંથી તેને પોતાની દીકરી માટે ચોકલેટ અને બિસ્કીટ ખરીદ્યા. કારણકે તેની દીકરી ઉપરથી ભૂખી હતી અને તે રડતી હતી.

રાહુલ પાસે પોતાની દીકરીને ખવડાવવા માટે પણ પૈસા ન હતા. એટલા માટે તેને પોતાની દીકરી સાથે પોતાનો જીવ ટૂંકાવાનો ફેંસલો કર્યો હતો. ત્યાર પછી ઘણી વાર સુધી તેને પોતાની દીકરીને રમાડી, ત્યારબાદ અચાનક જ પોતાની દીકરીને ગળે લગાડી. ઘણા સમય સુધી તેને પોતાની દીકરીને ગળે વળગાવી રાખી તેથી દીકરીને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડવા લાગી હતી.

જેના કારણે દીકરીનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ તે પોતાની દીકરીના મૃતદેહ સાથે તળાવમાં કુદી પડ્યો હતો પરંતુ તે બચી ગયો હતો. ત્યારબાદ તેને ટ્રેનની સામે કૂદીને જીવ ટૂંકાવાનું વિચાર્યું હતું. પોતાના પ્લાનના આધારે તે રેલવે સ્ટેશન પર પહોંચ્યો હતો. પરંતુ તે પોતાનો જીવ ટૂંકાવે તે પહેલા તો પોલીસે તેને પકડી પાડ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પિતાએ 2 વર્ષની દીકરીને જોરથી ગળે વળગીને તેનો જીવ લઈ લીધો, પછી માસુમ દીકરીના મૃતદેહ સાથે પિતાએ…જાણો શા માટે પિતાએ આ પગલું ભર્યું…"

Leave a comment

Your email address will not be published.


*