અનલૉક:4 માં આ વસ્તુઓને મળી શકે છે છૂટ, 5 મહિનાથી બંધ સેક્ટર ને રાહત ની તૈયારી

Published on: 8:58 am, Mon, 24 August 20

હાલમાં સમગ્ર દેશમાં કોરોના મહામારી યથાવત છે. છેલ્લા ત્રણ મહિનાથી કેન્દ્ર સરકાર દ્વારા અલગ-અલગ ગાઇડ લાઇન બહાર પાડીને દેશના લોકોને અલગ અલગ સેક્ટર રાહતના સમાચાર આપે છે. છેલ્લા કેટલાક મહિનાથી અનેક લોકોના ધંધા ઠપ હોવાથી કેન્દ્ર સરકાર ધીરે ધીરે લોકો ને છુંટ આપીને અર્થતંત્રને મજબૂત કરવાના પ્રયાસ કરી રહ્યા છે.

અનલૉક:4 માં લોકો ને વધારાની છુટ ને લઇને હાલ માં કેન્દ્ર સરકાર છેલ્લા પાંચ મહિનાથી બંધ સેક્ટરને રાહત આપવાની તૈયારીમાં લાગી ચૂકી છે. હવે તમે પહેલાની જેમ ધામધૂમથી લગ્ન કરી શકશો. લગ્ન સમારંભમાં 50 થી વધુ મહેમાનોને આમંત્રિત કરી શકાશે. બસ તમારી મહેમાનોથી વધારે બમણી ક્ષમતાવાળું સમારોહ સ્થળ શોધવું પડશે, કેમકે હવે લગ્નમાં કોઈ પણ હોલ કે લગ્ન સ્થળ ની 50 ટકા સમતા જેટલા મહેમાન બોલાવી શકાશે.પાંચ મહિનાથી બંધ રહેલા સામાજિક-સાંસ્કૃતિક રાજકીય આયોજનો પણ આ રીતે શરૂ થઈ શકશે.

કોઈપણ સભાગૃહની 50% સીટો જેટલા શોર્તાઓ બોલાવીને સંગીત, નૃત્ય,નાટક, સભા, વિમોચન જેવા કાર્યક્રમ કરાવી શકાય. શરત એટલી કે કાર્યક્રમ કન્ટેન્મેન્ટ ઝોન માં ન હોવો જોઈએ. અનલૉક ની આગામી ગાઈડ લાઈન માં કેન્દ્ર સરકાર આ બાબતો સામેલ કરી શકે છે.23 માર્ચ થી લોકડોઈન લાગુ થયા બાદ આ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવ્યો છે.

મલ્ટિપ્લેક્સ: અડધી સીટો ની ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી મળી શકે છે.

અનલૉક આગામી ગાઈડ લાઈન માં સિનેમાઘરો ખોલવા અંગે પણ નિયમો આવી શકે છે.મોલ ખોલવાની મંજૂરી બાદ સિનેમાઘરો તથા મલ્ટિપ્લેકસ માલિકો પણ પચાસ ટકા સાથે સિનેમાઘર ખોલવાની માંગ કરી રહ્યા છે. સરકાર જે કઈ તકેદારી રાખવા કે તેનું પાલન કરીશું.