ભાવનગરમાં અનાથ દીકરીઓ માટે અનોખું લગ્નનું આયોજન! શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ અનાથ દીકરીઓનું કન્યાદાન કર્યું, દીકરીઓને કરિયાવરમાં…

આજે આપણે એ વાત કરવા જઈ રહ્યા છે કે જેમાં ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે આવેલા તાપીબાઇ વિકાસગૃહ અનાથ દીકરીઓની સંભાળ, શિક્ષણ અને સમાજમાં પુનઃ સ્થાપનાનું કામ વર્ષોથી કરતા આવે છે અને આ સંસ્થા અત્યાર સુધી 125 થી વધુ દીકરીઓના લગ્ન કરાવી ચુક્યા છે. ત્યારે વાત કરીશું તો આજે વધુ બે દીકરીઓના લગ્ન કરાવી રહ્યા છે.

દીકરીના પાલક તરીકે માતા પિતા તરીકેની બધી જ ફરજો પૂરી કરતી આ તાપીબાઇ વિકાસગૃહની કે જેનું મંત્રી જીતુભાઈ વાઘાણી અને તેમની ધર્મપત્ની સંગીતાબેન વાઘાણી અનાથ દીકરીના ભારે ધામધૂમથી લગ્ન કરાવતાં નજરે પડે છે. આપણે સૌ જાણીએ છીએ કે સામાન્ય રીતે સમાજમાં દીકરીના લગ્નનો પ્રસંગ કે તે માતા-પિતા માટે એક આગવો અને અન્ય વ્યસન હોય છે. અને માતા-પિતા પણ પોતાની દીકરીને વાજતે ગાજતે બનાવે છે અને ધામધૂમપૂર્વક લગ્ન પણ કરે છે. પોતાની દિકરીના તમામ અરમાનો પૂરા થાય તેનો પણ ખ્યાલ રાખીને તેમના લગ્ન કરાવતા હોય છે.

ત્યારે સમાજમાં એવી પણ ઘણી દીકરીઓ છે કે જીવનમાં કોઈ નથી કે નાનપણથી જ અનાથ આશ્રમમાં રહેતી હોય છે. આવી દીકરીઓને માન-સન્માન મળે તેવા હેતુથી ઘણી એવી સંસ્થાઓ દ્વારા તેમના પાલક માતા-પિતા તરીકે ની ફરજ પુરી કરી લગ્નની ઉંમર થાય છે. એવા જ તેમના ધામધૂમ પૂર્વક લગ્ન કરાવી દેતા હોય છે અને તેમનું કન્યાદાન પણ કરતા હોય છે. વાત કરીશું તો શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી એક માતા પિતા તરીકેની પોતાની દીકરી માટે જે ફરજ બજાવે છે.

તેવી તમામ ફરજો બજાવીને લગ્નના મંડપએ પધારીને સાજનની આગતા-સ્વાગતા કરી દીકરીના તમામ કોડ પૂરા કર્યા. ત્યારે વાત કરીશું તો સરકારના શિક્ષણ મંત્રી અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીની સંવેદનશીલતાને કારણે તાપીબાઇ વિકાસ ગ્રહની દીકરીઓ પૂનમ અને ગુંજન ના લગ્ન હતા. આ બંને દીકરીઓના લગ્ન વિદ્યાનગર ખાતે આવેલા વિશુદ્ધાનંદ સંસ્થા ખાતે યોજવામાં આવ્યા હતા, ત્યારે વાઘાણી પરિવારે પોતાની જ દીકરી સમજી ને તેમના લગ્ન કરાવ્યા હતા.

ત્યારે બંને દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે ની શુભકામના પાઠવતા તેમણે જણાવ્યું હતું કે સંસ્થાની જે પણ દીકરીઓના લગ્ન થશે તે સુખી થાય અને તેમના જીવનમાં વસંત ખીલી ઊઠે અને દરેક સંસ્થા ની દીકરીઓ સમાજની દિકરીઓ બની રહે એવા પ્રયત્નોથી એ બંને દીકરીઓને આશીર્વાદ આપ્યા. ત્યારબાદ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમારે જણાવ્યું હતું કે અગાઉના જમાનામાં સારા પુણ્ય કર્મો કર્યા હોય ત્યારે કન્યાદાન જેવો રૂડો અવસર પણ સાંભળતો હોય છે.

ત્યારે જેના ભાગ્યમાં લખ્યું હોય તે જ કન્યાદાન જેવા રૂડા અવસરો સાંભળી શકે છે.આવેલા તમામ મહેમાનો એ એ દીકરીને વાંચતી વાંચતી વળાવી હતી એટલું જ નહીં પરંતુ આપણા ઘરે દીકરી નો પ્રસંગ હોય તેને એક વર્ષ સુધી તૈયારીઓ કરીએ છીએ તો પણ ભેગું થતું નથી તેઓ કર્યા વગર આ લગ્નમાં કરવામાં આવ્યો છે

શાનદાર રીતે બંને બહેનોને ધામધૂમથી પરણાવી દીકરી બે કુળને તારે છે તેમ જણાવીને કહ્યું કે તાપીબાઇ સંસ્થા દીકરીઓને સારા સંસ્કાર આપે છે અને એવા જ સંસ્કારથી તેઓ ઘરમાં જશે તે સંસ્કારથી ભર્યું રહેશે. આ સંસ્થા ઘણા વર્ષોથી આવી દીકરીઓને સાચવે છે અને જ્યારે દીકરીના લગ્નનો સમય થાય ત્યારે તેમને લગ્ન પણ કરાવી આપે છે ત્યારે આ બંને બહેનો આવનારા સમયમાં પણ બહેન બનીને જ એકસાથે રહે તેવા આનંદથી બંને દીકરીઓ એ પ્રભુતામાં પગલાં પાડયા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*