હાલમાં ફરીથી મે મહિનામાં લગ્ન ગાળો શરૂ થયો છે, ત્યારે આ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લોકો લગ્ન માટે એટલા જ ઉત્સાહી હોય છે અત્યારે હાલ આપણે જોતા આવ્યા છીએ કે લગ્નમાં વધુ સારું બતાવવા માટે લોકો જાતજાતના ખર્ચાઓ કરે છે અને લગ્ન પાછળ ઘણા રૂપિયા ખર્ચી નાખતા નજરે પડે છે એવો જ એક કિસ્સો આપણી સમક્ષ સામે આવ્યો છે તે જ્યાં એક રાજકોટના પરિવારે અનોખી કંકોત્રી તૈયાર કરાવી.
થોડા સમય પહેલા જ રાજકોટમાં એક પરિવારે એવી કંકોતરી તૈયાર કરાવડાવી કે કંકોત્રી નો ઉપયોગ પણ થઈ શકે અને તેમાંથી છોડ પણ ઊગી શકે ત્યારે આવું સાંભળીને વિચાર આવ્યો કે એવી કંકોત્રી. ત્યારે ફરી એક વાર એવો જ એક પરિવાર મોરબીનું કે જેને અનોખી કંકોત્રી બનાવડાવી છે જે જોઈને સૌ લખો આશ્ચર્યમાં મુકાઈ ગયા. મોરબીના પરિવારે બનાવડાવેલી એ કંકોત્રી એકદમ અનોખી વિષય બનાવવામાં આવી છે.
જેમાં પહેલાના સમય નું ભરતગુંથણ કરીને તેમાં ગણેશજી પણ બનાવીને કંકોતરી તૈયાર કરવામાં આવી છે. ત્યારે આ મોરબીના મિયાત્રા પરિવાર આવી અનોખી કંકોત્રી છપાવીને એક અનોખુ ભરત ગુંથણ નું મહત્વ પણ સમજાવ્યું છે. અત્યારે વાત કરીએ તો ભાજપ અગ્રણી જેઠાભાઇ રમુભાઈ મિયાત્રા ના પરિવારના કશ્યપના ભારતી સાથે લગ્ન થવાના છે.
આ પ્રસંગમાં આવકારવા માટે એક અનોખી રીતે કંકોતરી તૈયાર કરાવી છે જેમાં ભરતગુંથણની કલા તૈયાર કરવામાં આવી છે એ કંકોત્રી એકદમ હટકે લાગે છે. જ્યારે આ પરિવારે આવી કંકોત્રી બનાવડાવીને અનોખું મહત્વ સમજાવ્યું છે. મિત્રો તમને જણાવીશ તો કંકોત્રી બનાવવાનો મુખ્ય હેતુ એ જ હતો કે હાલના સમયમાં ભરત ગૂંથણ કલા લુપ્ત થવાના આરે છે.
ત્યારે તેને ફરી પ્રોત્સાહન મળે તેવા હેતુથી બનાવવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ કચ્છ જસદણ સહિતના હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગને વિકસાવવા માટે અને નરેન્દ્ર મોદીના લોકલ ટુ વોકલ સાર્થક કરવા માટે ૫૦૦ જેટલી હેન્ડલુમ કંકોત્રી બનાવી છે. જેની કિંમત આશરે ૩૫૦ થી માંડીને 400 સુધી પહોંચ્યો છે. સામાન્ય રીતે આપણે સૌ જાણીએ છીએ કે આવી લગ્ન કંકોત્રી લગ્ન બાદ લોકો ફેંકી દેતા હોઈ છે અને ઘણા લોકો તો પસ્તી માં આપી દેતા નજરે પડે છે.
ત્યારે આવી કંકોત્રીનો ઉપયોગ થેલી સ્વરૂપે ઉપયોગમાં પણ લઇ શકાશે અને ભરતગુંથણ જોઈને સૌ લોકો ચોંકી ઉઠશો. ત્યારે આવી કલા હજુ પણ એમ જ રહે તે માટેનું આ એક આગવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જ્યારે આ કંકોત્રીનો ઉપયોગ પ્લાસ્ટિકની બેગની જગ્યાએ પણ કરી શકાશે. ખરેખર બધાજ લોકો આવું કરવા લાગે તો હજુ પણ પ્રાચીન પરંપરાઓ જળવાઈ રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment