આજે આપણે એક અનોખા લગ્ન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમાં સાસુ દ્વારા પોતાની વહુ થતા સાસુએ પોતાની વહુને દીકરી ગણીને ઘરે બેસાડવી એના કરતાં તેના લગ્ન કરવાનું વિચાર્યું અને સાસુ એ પોતાની વહુ ના પ્રભુતામાં પગલા પડાવ્યા અને સમાજમાં અનોખો દાખલો બેસાડ્યો. સાસુ અને વહુ ના સંબંધો ભૂલીને દીકરીની જેમ રાખનારા આ સાસુ તેમણે સમાજમાં એક નવી પહેલ લાવ્યા છે.
તેમના વિચારોથી સહમત થઈને તેમણે પોતાની દીકરી માનીને તેને ઘરે બેસાડવી તેના કરતાં તેમની વહુ ને વિધવા થતાં તેના બીજી જગ્યાએ લગ્ન કરવાનો વિચાર આવ્યો અને તેનો અમલ કરાવી સમાજમાં એક નવો દાખલો બેસાડી દીધો છે અને વહુને વહુ નહીં પરંતુ દીકરી મંતો આ એક પ્રસંગ નવસારી માંથી સામે આવ્યો છે.
નવસારીના મૂળ ઘાંચી સમાજ ના જયાબેન અમૃતભાઈ ગાંધીની કે જેમનો દીકરો આજથી ત્રણ વર્ષ અગાઉ કોમ્પ્યુટર ક્લાસ ચલાવતી વખતે હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યો હતો, ત્યારે તેની પત્ની વિધવા બની હતી અને તેને નવ વર્ષનો દીકરો પણ છે ઘટનાના 12 વર્ષ વિતી ગયા.
ત્યારે પોતાની સાસુ અને સસરા સાથે રહી પરિવાર ની સેવા કરતી હોવાથી તેની સાસુએ તેને દીકરી માની તેમણે વિચાર્યું કે મારી દીકરી વિધવા હોય તો એને થોડી ઘર માં બેસાડી લખાય? તેથી સાસુએ દીકરી માટે સારો છોકરો શોધવાની શરૂઆત કરી અને જેમાં તેને સુરતના ઉધના ખાતે રહેતો દિવ્યેશ નામનો યુવક સાસુ ને પોતાની વહુ માટે પસંદ આવ્યો.
જેની વાત કરીએ તો એ યુવક સારી એવી નોકરી કરતો હતો અને એકલો રહેતો હતો તેથી તેની એકલતા પૂરવા માટે સાસુએ પોતાની વહુના યુવાન સાથે મુલાકાત કરાવી હતી. મુલાકાત પછી સાસુ ને પોતાની વહુના આજ રોજ નવસારી શાકભાજી માર્કેટ સામે આવેલા વિષ્ણુ ભગવાન મંદિર ખાતે પ્રભુતામાં પગલાં પડ્યા.
સાસુના આશીર્વાદથી સ્વીટી નામની વહુ દિવ્યેશ સાથે સાત ફેરા ફરી નવા જીવનની શરૂઆત કરવા જઈ રહી છે, ત્યારે સાસુએ પોતાની વહુ વિધવા થાય તો તેને ઘરે બેસાડી ન રાખવાથી તેને અન્ય જગ્યાએ સંસાર બંધાય તેવા પ્રયાસો કરવા માટેનો મહત્વનો દાખલો બેસાડયો છે અને સમાજમાં એક નવી પહેલ લાવ્યા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment