દરેક વ્યક્તિમાં જીવ દયા હોય છે. ઘણી વખત આપણી આસપાસ અમુક એવી ઘટનાઓ બનતી હોય છે જે આપણા હૃદયને સ્પર્શી જતી હોય છે. તમે ઘણા પશુપ્રેમી લોકોને જોયા હશે. જેનો પશુ પ્રત્યેનો પ્રેમ જોઈને આપણી આંખમાં પણ આંસુ આવી જતા હોય છે. ત્યારે હાલમાં હૃદયને સ્પર્શી જાય તેવી ઘટના સામે આવી છે.
ગામના લોકોનો એક શ્વાનના પ્રત્યેનો પ્રેમ જોઈને તમારી આંખમાંથી પણ આંસુ આવી જશે. હાલમાં કડીના કરણનગરમાં બનેલી ઘટના ખૂબ જ ચર્ચામાં છે. આ ગામમાં છેલ્લા સાત વર્ષથી ગામના લોકો સાથે ભુરીયા નામનો એક શ્વાન રહેતો હતો.
ગામના લોકો પોતાના જીવ કરતા પણ વધારે ભુરીયાને સાચવતા હતા. ભુરીયો ગામના લોકો પ્રત્યે ખુબજ વફાદાર હતો. પરંતુ એક દિવસ ભુરીયાનું કરૂણ મૃત્યુ થાય છે. ભુરીયાનું મૃત્યુ થતાં ગામના લોકોમાં માતમ છવાઇ ગયો હતો. સમગ્ર ગામના લોકોએ ભેગા મળીને ભુરીયાની અંતિમ યાત્રા કાઢી હતી.
આ ઉપરાંત તમામ વિધિઓ પણ કરી હતી. રવિવારના રોજ ભુરીયાનું બેસણું રાખવામાં આવ્યું હતું. ભુરીયાના મૃત્યુના કારણે ગામના લોકો ખૂબ જ દુઃખી થઈ ગયા હતા. બેસણા માં આવેલા લોકોએ દિલદારી પૂર્વક ભુરીયાને શ્રદ્ધાંજલિ આપી હતી. એટલું જ નહીં પરંતુ ભુરીયાના મૃત્યુની પાછળ ગામની ધૂન મંડળની મહિલાઓએ રામધૂન બોલાવી હતી.
શ્રદ્ધાંજલિ વખતે ભુરીયાના ફોટાની સાથે ભગવાન શ્રીકૃષ્ણનો ફોટો રાખવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા આસપાસના ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ભુરીયાના બેસણામાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. ગામના લોકોનો પ્રાણી પ્રત્યેનો અનોખો પ્રેમ જોઈને તમામ લોકો ગામના લોકોને સલામ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment