Redmi Note 11 Pro 5G હવે એમેઝોન પર થયો ઉપલબ્ધ, જાણો ફોનની કિંમત અને તેના અલગ-અલગ ફ્યુચર્સ…

Published on: 5:32 pm, Wed, 23 March 22

Redmiનો નવો સ્માર્ટફોન Redmi Note 11 Pro 5G એમેઝોન ઉપર ઉપલબ્ધ થયો છે. તાજેતરમાં જ લોન્ચ થયેલો આપો એકદમ જબરદસ્ત લુક માં છે. Redmi Note 11 Pro 5G ફોનમાં 108MP કેમેરો મળશે. ફોન સાથે 67W નું ફાસ્ટ ચાર્જિંગ મળશે. આ ફોનમાં માત્ર 15 મિનિટમાં 50 ટકા ચાર્જિંગ થઈ જશે. આ ફોન ત્રણ વિકલ્પો ઉપલબ્ધ છે.

જેમાં પેલો વેરિઅન્ટ 6GB RAM + 128 GB સાથે ઉપલબ્ધ હશે. બીજો વેરિઅન્ટ 8GB RAM + 128 GB સાથે ઉપલબ્ધ હશે. ત્રીજો વેરિઅન્ટ 8GB RAM + 256 GB સાથે ઉપલબ્ધ હશે. HDFCના કાર્ડ માંથી ફોનની ખરીદી કરશો તો 1000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ કેશબેંક મળશે.

Redmi Note 11 Pro 5Gમાં ફોટોગ્રાફી માટે 8MP અલ્ટ્રા વાઇડ કેમેરા, 2MP મેક્રો અને 2MP ડેપ્થ કેમેરા સાથે 108MP પ્રો ગ્રેડ કેમેરા છે. ઉપરાંત સેલ્ફી માટે તેમાં 16-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.  Redmi Note 11 Pro 5Gમાં 5,000mAh બેટરી છે.

જે 67W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે આવે છે. જેના કારણે આ ફોન 15 મિનિટમાં 51% અને 42 મિનિટમાં ફુલ ચાર્જ થઈ શકે છે.  Redmi Note 11 Pro 5Gમાં 6.67 ઇંચની સુપર AMOLED ડિસ્પ્લે છે. તેની સ્ક્રીન સૂર્યપ્રકાશ અનુસાર બ્રાઇટનેસ એડજસ્ટ કરે છે.

Redmi Note 11 Pro 5Gમાં શ્રેષ્ઠ ઓડિયો માટે ડ્યુઅલ સ્પીકર આપવામાં આવ્યા છે. Redmi Note 11 Pro 5G ફોનમાં EVOL Pro ડિઝાઇન છે. Redmi Note 11 Pro 5G ફોનમાં Snapdragon 695 5G પ્રોસેસર આપવામાં આવ્યું છે. Redmi Note 11 Pro 5G ફોનને ત્રણ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં બ્લેક, બ્લુ અને વ્હાઇટનો વિકલ્પ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "Redmi Note 11 Pro 5G હવે એમેઝોન પર થયો ઉપલબ્ધ, જાણો ફોનની કિંમત અને તેના અલગ-અલગ ફ્યુચર્સ…"

Leave a comment

Your email address will not be published.


*