રાજ્યમાં લોકસભાની 25 બેઠકો અને વિધાનસભાની પાંચ બેઠકો માટે મંગળવારના રોજ શાંતિપૂર્વક મતદાન યોજાયું હતું અને ત્યારે રાજકોટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ફરી એકવાર મીડિયાને સંબોધન કરીને ક્ષત્રિય સમાજની માફી માગી છે
અને પરસોતમ રૂપાલાએ શત્રિય સમાજને વિનંતી કરતા કહ્યું છે કે હવે મતવાળો વિષય નથી રહ્યો અને રાજકીય વિષય પણ નથી રહ્યો ત્યારે હવે હું પરસોતમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તરીકે આજે હું નમ્રતાપૂર્વક સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું
અને ક્ષત્રિય સમાજની માતૃશક્તિને પણ માફ કરવાની વિનંતી કરું છું.મારા નિવેદનોના કારણે જે સર્જાયું અને જાહેર જીવનમાં મારા 40 વર્ષના ગાળાના સૌથી કપડાં સમયમાંથી મારે પસાર થવું પડ્યું છે અને મારે કેવું છે કે મારી ભૂલ થઈ ગઈ છે અને મારાથી ભૂલ થઈ ગઈ છે
જેનાથી ક્ષત્રિય સમાજની ઉત્તેજિત થવું પડ્યું જેના કારણે મારી પાર્ટીને પણ ઘણું સહન કરવું પડ્યું જે ઘણું પીડાદાયક રહ્યું છે.રૂપાલાએ વધુમાં જણાવ્યું કે મારું વ્યકતવ્ય મારી પાર્ટી માટે પ્રોત્સાગ રહેતા હતા અને તેના બદલે હું
જ્યારે ઉમેદવાર હોવ ત્યારે મારું એક નિવેદન મારી પાર્ટીને મુશ્કેલીમાં મૂકનાર બન્યું છે જેની સંઘડી જવાબદારીને હું સ્વીકારું છું અને હું માણસ છું અને માણસ માત્ર ભૂલને પાત્ર મારાથી ભૂલ થઈ ગઈ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment