છેલ્લા કેટલાક સમયથી દેશની અર્થવ્યસ્થા ખરાબ સ્થિતિમાંથી પસાર થઇ રહી છે. હાલ જ દેશની GDP નો આંકડો -23.9% આવ્યો છે. આ બાબતે નાણાંમંત્રી નિર્મલા સીતારામણને સવાલ પૂછતાં તેમને સમગ્ર ઘટનાને ‘એક્ટ ઓફ ગોડ’ કહીને ભગવાનને જવાબદાર ગણાવ્યા છે. જો કે તેમના પતિ ખુદ તેમની આ વાત સાથે સહેમત નથી. તેમના પતિએ તેમની તીખા શબ્દોમાં ટીકા કરી છે અને કહ્યું છે કે, તેઓ ભગવાનના નામ પર હવે તો કોઈક પગલાં લે. તેમના પતિ પરકાલ પ્રભાકરે ટ્વીટ કરીને પોતાની પત્નીના નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરી છે.
પરકાલ પ્રભાકર તેને માટે એ નરેન્દ્ર મોદીની સરકારને જવાબદાર માને છે, જેમાં નિર્મલા સીતા રમણ નાણા મંત્રી છે. પ્રભાકરે ટ્વીટ કર્યું, અસલી ઈશ્વરનું કામ તો આર્થિક પડકારો સામે લડવા માટે કોઈ યોગ્ય નીતિનું ના હોવું છે. કોવિડ તો પછી તો આવ્યો. તેમણે આ ટ્વીટમાં કહ્યું, જે વાત મેં ઓક્ટોબર, 2019માં કહી હતી અને સરકાર ઈન્કાર કરી રહી હતી, તે અર્થવ્યવસ્થાના 23.9 ટકાના ભારે ઘટાડા સાથે જ સાબિત થઈ ગઈ છે.
ઈશ્વર માટે હવે તો કંઈક કરો. પરકાલ પ્રભાકર ઓક્ટોબર 2019માં ધ હિંદુ અખબારમાં છપાયેલા પોતાના એક લેખ વિશે જણાવી રહ્યા હતા. આ લેખમાં તેમણે સરકારની આર્થિક નીતિઓની ટીકા કરી હતી અને ઘણા પ્રકારના સૂચનો આપ્યા હતા.
પ્રભાકરે તે લેખમાં સરકારની ટીકા કરતા કહ્યું હતું કે, અંગત ખપત ઘટીને 3.1 ટકા પર પહોંચી ગઈ છે, જે 18 મહિનાના સૌથી નીચલા સ્તર પર છે, ગામોમાં ખપત ઝડપથી નીચે જઈ રહી છે, મધ્યમ, લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને બેંકમાંથી મળતી લોનમાં કોઈ વધારો નથી થયો, નિકાસ અટકી પડી છે, GDP દરનું અનુમાન ન્યૂનતમ સ્તર પર છે. પરંતુ, સરકારની સમજમાં હજુ સુધી નથી આવ્યું કે, અર્થવ્યવસ્થાની સાથે શું પ્રોબ્લેમ છે.
નાણા મંત્રીના પતિએ સ્પષ્ટ કહ્યું હતું કે, સત્તારૂઢ BJPની પાસે અર્થવ્યવસ્થાને લઈને કોઈ સ્પષ્ટ દ્રષ્ટિ નથી, તે નેહરૂવાદી મોડલનો વિરોધ માત્ર વિરોધ કરવા માટે કરે છે, પરંતુ તેની પાસે પોતાનું કોઈ મોડલ નથી, કોઈ વિચાર નથી. તેમણે પોતાના લેખમાં લખ્યું- પ્રભાકરે BJPની એ વાતને લઈને ટીકા કરી છે છે કે, પાર્ટી માત્ર નેહરૂવાદી મોડલનો દરેક વાતમાં વિરોધ કરતી રહે છે.
તેમણે કહ્યું હતું- BJP સતત નેહરૂવાદી આર્થિક નીતિઓ પર વાર કરે છે, તેના થિંકટેંકને એ નથી સમજાઈ રહ્યું કે, આ હુમલો માત્ર રાજકીય છે, તે આર્થિક ટીકા ના હોઈ શકે. તેમણે નેહરૂવાદી અર્થનીતિના વિકલ્પના રૂપમાં પોતાનું કંઈક તૈયાર કરવા અથવા તેને જ અપનાવી લેવા પર કામ ક્યારેય નથી કર્યું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment