સુરત શહેરમાં દિવસે ને દિવસે જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે બે થી ત્રણ દિવસ પહેલા બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સુરતના વરાછા વિસ્તારમાં એક હીરાના દલાલનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો.
વરાછામાં આવેલ કમલપાર્ક સોસાયટીમાં રહેતા 62 વર્ષીય હીરાના દલાલનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. હીરાના દલાલનું મૃતદેહ તેમની ઓફિસમાંથી મળી આવ્યું હતું. આ ઘટનાની માહિતી મળતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી હાથ ધરી દીધી હતી.
મૃત્યુ પામેલા હીરાના દલાલનું નામ પ્રવીણભાઈ નકુમ હતું. પ્રવીણભાઈ સુરતમાં વરાછા વિસ્તારમાં આવેલ કમલપાર્ક સોસાયટીમાં પોતાની ઓફિસ ધરાવે છે. ત્યાં જ તેમનું મૃતદેહ મળી આવ્યું હતું. તેમનો જીવ કયા કારણોસર લઈ લેવામાં આવ્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
પરંતુ જ્યારે આ ઘટના બની ત્યારે આ ઘટનાની જાણ થતા જ પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પ્રવીણભાઈ હીરાના દલાલ હોવાથી તેમની સાથે લૂંટની ઘટના બની છે કે નહીં તે દિશામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પ્રવીણભાઈના મૃત્યુના કારણે તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
કયા કારણોસર પ્રવીણ ભાઈનો જીવ લેવામાં આવ્યો તેની માહિતી મળી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે. પ્રવીણભાઈના મૃત્યુ બાદ તેમના દીકરા કિશોરે કહ્યું કે મને આશા છે કે પોલીસ યોગ્ય તપાસ કરશે અને જલ્દીમાં જલ્દી આરોપીને શોધીને તેની કડકમાં કડક સજા આપશે એને મારા પપ્પાને ન્યાય અપાવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment