આપણે સૌએ મામલાથી પરિચિત છીએ કે જેમાં મની લોન્ડરિંગ ના આ મામલામાં ઈડી દ્વારા ચાલી રહેલી પૂછપરછમાં રોજ રોજ નવા નવા ઘટસ્ફોટ દાઉદ ઇબ્રાહીમને લઈને થઈ રહ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો ગઈકાલે દાઉદ ઇબ્રાહીમના ભાણેજ અલી શાહ પારકરે ઇડીને જણાવ્યું હતું કે મારા મામા પાકિસ્તાનના કરાંચીમાં જ રહે છે.
એવામાં દાઉદ ઈબ્રાહીમ નું નામ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયાભરમાં અંડરવર્લ્ડના ડોન તરીકે ચાલી રહ્યું છે. અનેકવાર કેટલાય હુમલાઓમાં દાઉદ ઈબ્રાહીમ નો હાથ હોય તેઓ સામે પણ આવ્યું છે. એવામાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દાઉદ ઇબ્રાહીમના ભાણેજ સાથે કેટલીક તપાસ ચાલી રહી હતી.
ત્યારે જાણવા મળ્યું હતું કે તેના મામા પાકિસ્તાન કરાચી શહેરમાં રહે છે. પરંતુ દાઉદ ઈબ્રાહીમ સાથે પરિવાર લોકોને કોઈ પણ સંબંધ નથી. દાઉદ ઈબ્રાહીમ દુનિયાભરમાં અંડરવર્લ્ડના ડોન તરીકે જાણીતા છે, ત્યારે થોડા દિવસ પહેલા જ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક સામે ચાલી રહેલી એ મની લોન્ડરિંગ કેસમાં પણ ખૂબ મોટો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
એટલું જ નહીં દાઉદ ઈબ્રાહિમે કહ્યું હતું કે ભરણપોષણ માટે દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાંથી તેમના પરિવારજનોને દર મહિને દસ લાખ રૂપિયા અને વર્ષે એક કરોડથી વધુ રૂપિયા તેમને મોકલવામાં આવે છે. દાઉદ ઈબ્રાહીમ હંમેશા હવાલા મારફતે ભારત દેશમાં પૈસા મોકલાવ્યા છે.
અને પોતાના પરિવારનું હંમેશા ધ્યાન પણ રાખે છે. એટલું નહીં પરંતુ કેટલીકવાર તો પૈસા આપવા માટે ઇકબાલ જતો હતો, ત્યારે તેણે કહ્યું હતું કે દાઉદ હંમેશા પોતાના માણસો મારફતે પૈસા મોકલતો હતો અને તેના પરિવારનું ધ્યાન રાખતો હતો.
પોતાના પરિવારજનોને પૈસા આપવા તેમના માણસોને મોકલતો અને આ ઇકબાલ કે જે દાઉદ નો બાળપણનો ખાસ મિત્ર હતો જેનું આજે એક લડાઈમાં મૃત્યુ થયું છે એ વ્યક્તિ હસીના પારકર નો ડ્રાઇવર અને બોડીગાર્ડ પણ હતો.જેમાં હંમેશા લોકો સલીમભાઈ તરીકે બોલાવતા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment