કોરોના વધતા કહેર વચ્ચે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારે લોકડાઉન લાગુ કર્યું છે. મહારાષ્ટ્ર દેશમાં સૌથી પ્રભાવિત રાજ્ય છે અને કોરોનાવાયરસ ના કહેરમાં દેશના મોટા મોટા શહેરોમાં સતત જારી છે. મહારાષ્ટ્ર અત્યારે પણ દેશના સૌથી પ્રભાવિત રાજ્ય બન્યું છે.
અને અહીં દરરોજ કોરોના મામલે નવા નવા રેકોર્ડ બની રહ્યા છે.મહારાષ્ટ્રમાં સખત કડક નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે છતાં લોકડાઉન આ સિવાય કોઈ ઉપાય ન હોવાનું કેબિનેટમાં તમામનો સૂર હતો.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપે એ ગંભીર લોકડાઉન લગાવવાની જરૂરિયાત જણાવી છે. કોંગ્રેસના અસલમ શેખ ના મુજબ થોડી વાર માં જ લોકડાઉન ની જાહેરાત કરાશે.
કેબિનેટમાં મહારાષ્ટ્રમાં લોકડાઉન ની વાતને જ આગળ રાખવામાં આવી છે. કેબિનેટ સખત લોકડાઉન ની ભલામણ કરી છે.માત્ર મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 7381 નવા કેસ સામે આવ્યા છે.
તો મુંબઈમાં 58 લોકોના મૃત્યુ થયા છે. મુંબઈમાં એક્ટિવ કેસની સંખ્યા ની વાત કરવામાં આવે તો 85321 થઈ છે. મુંબઈમાં અત્યાર સુધી 12412 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં 1 માર્ચથી 4 એપ્રિલ દરમિયાન 60 હજારથી વધુ બાળકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. મોટી સંખ્યામાં મજૂરો પોતાના વતન પરત ફરી રહ્યા છે અને લોકડાઉન ને લઈને કામ ધંધા પણ બંધ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment