ગુજરાત રાજ્યના ખેડૂતો માટે આવ્યા માઠા સમાચાર, જાણો વિગતે.

96

ગુજરાત રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ગરમીના વાતાવરણ વચ્ચે રાજ્યના હવામાન વિભાગે ગુજરાતના બે જિલ્લાઓમાં વરસાદ પડવાને લઈને આગાહી વ્યક્ત કરી છે.

બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં માવઠું પડવાને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ભેજનું પ્રમાણ અને ગરમીની અસરને કારણે માવઠું પડવાની સંભાવના છે.

થન્દર સ્ટ્રોમ એક્ટિવ થવાથી આ બંને જિલ્લામાં અસર જોવા મળી શકે છે.રાજ્યના બંને જિલ્લામાં વરસાદની આગાહીના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

ત્રણ ચાર દિવસ પહેલા પણ સૌરાષ્ટ્ર ના ગીર, ગીર સોમનાથ, સાસણગીર અને અમરેલીના ખાંભા માં ઉપરાંત કચ્છના અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

ભર ઉનાળે પવન સાથે કચ્છના ભુજ ના ગામડાઓમાં કરા પડ્યા છે. બપોર બાદ ભારે પવન સાથે કરા પડયા હતા.ભચાઉમાં પણ બપોર બાદ વરસાદ પડયો હતો.

અને કચ્છના કેટલાક ગામોમાં પણ વરસાદ પડતા રોડ પર પાણી પાણી જોવા મળ્યો હતો. માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

અને પાકને લઇને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. છેલ્લા ત્રણ દિવસથી કરછના કેટલાક વિસ્તારોમાં આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!