બે યુવકોએ મળીને માસુમ કૂતરાને ફાંસી આપી દીધી, વીડિયો જોઈને તમે જ કહો આવા લોકોનું શું કરવું જોઈએ – જુઓ ઘટનાનો વાયરલ વિડિયો…

મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં એક એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયો જોઈને તમને પણ ખૂબ જ ગુસ્સો આવી જશે. આ ઘટનામાં બે યુવકો મળીને એક માસુમ કૂતરા સાથે કંઈક એવી હરકત કરે છે કે ઘટના સાંભળીને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે.

આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના દિલ્હીને અડીને આવેલા ગાઝીયાબાદમાં બની હતી. આ ઘટનામાં બે યુવકોએ મળીને એક માસુમ કૂતરાને ફાંસી આપીને તેનો જીવ લઈ લીધો હતો. ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

સોમવારના રોજ પોલીસે બંને યુવકોને પોચ પરત માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે યુવકો એક કૂતરાને સાંકળથી બાંધીને ફાંસી પર લટકાવતા જોવા મળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ વિડીયો લગભગ ત્રણ મહિના પહેલાનો છે તેવું કહેવામાં આવી રહ્યું છે.

પરંતુ હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મામલો પોલીસ સુધી પહોંચતા જ ગામના લોકોમાં ખળભળાટ મચી ગયો હતો. ગામના લોકોએ જણાવ્યું કે, લોકો આ કુતરાથી ખૂબ જ પરેશાન હતા.

આ કૂતરો ગામના બાળકો અને વૃદ્ધ સહિત ઘણા લોકોને કરડીયો હતો અને તેને કોઈ બીમારી હતી. જેના કારણે તે પાગલ થઈ ગયું હતું જેથી ગામના બે યુવકો મળીને તેનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો.

કુતરાના માલિકે જણાવ્યું કે કૂતરો બીમાર હતો તેથી આ પગલું ભર્યું. પરંતુ જે રીતે મોંઘા પ્રાણીને દર્દનાક મોત આપવામાં આવ્યું તે ખૂબ જ ગંભીર ગુનો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે કૂતરાનું તડપી તડપીને મોત થાય છે. સમગ્ર ઘટનાને લઈને કુતરાના માલિકના વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*