ગુજરાત રાજ્યમાં આ વર્ષે કાળઝાળ ગરમી પડી છે. ગરમીથી રાહત મેળવવા માટે રવિવારના રોજ મોટી સંખ્યામાં લોકો દરિયા કિનારે નાહવા જતા હોય છે. ઘણી વખત દરિયામાં મોજ-મસ્તી વખતે ઘણા લોકો પોતાનો જીવ જોખમમાં નાખીને બેસતા હોય છે. આ ઉપર રાજ્યમાં દરિયામાં ડૂબી જવાના કિસ્સાઓ પણ ખૂબ જ વધી રહ્યા છે.
આ કારણોસર થોડાક દિવસો પહેલા દીવના દરિયામાં ન જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કારણ કે કેટલીક વખત દરિયા કિનારે નહાતી વખતે લોકો દરિયાના ઊંડા પાણીમાં ચાલ્યા જતા હોય છે અને આ કારણે તેઓ મૃત્યુને ભેટી જાય છે. થોડાક દિવસ પહેલા દ્વારકા ગોમતી ઘાટ નજીક પંચકુઈ વિસ્તારમાં મહેસાણાના 5 યુવાનો નાહવા માટે આવ્યા હતા.
પાણી માં નહાતી વખતે પાંચમાંથી બે યુવાનો ડૂબવા લાગ્યા હતા. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. બંને યુવાનોને ડૂબતા જોઈને સ્થાનિક તરવૈયાઓ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ સ્થાનિક તરવૈયાઓએ એક યુવાનને બચાવી લીધો હતો.
પરંતુ બીજો યુવક દરિયાના ઊંડા પાણીમા તણાઈ ગયો હતો તેથી તેની સ્થાનિક તરવૈયાઓ બચાવી શક્યા નહીં. ત્યારબાદ આ ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
ત્યારબાદ ફાયર વિભાગની ટીમે દરિયામાં ડૂબેલા યુવકની શોધખોળ શરૂ કરી હતી. 14 વર્ષીય કાર્તિક સોલંકી નામનો યુવક દરિયામાં ડૂબી ગયો હતો તેની હજુ કોઈ પણ જાણ થઈ નથી. ફાયર વિભાગની ટીમ હજુ સુધી પણ તેની શોધખોળ દરિયામાં કરી રહી છે.
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ ઉપરાંત થોડા દિવસો પહેલા સુવાલીના દરિયાકિનારે પણ આવી જ એક ઘટના બની હતી. પાંચ યુવાનો સુવાલીના દરિયામાં ડૂબી ગયા હતા. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment