ખેડૂતોમાં ખુશીની લહેર : સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા, નદી-નાળાઓ બે કાંઠે વહેવા લાગ્યા…

Published on: 10:16 am, Sat, 11 June 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રની પ્રાચીન પરંપરા અને પદ્ધતિ મુજબ ભીમ અગિયારસના દિવસે ખેડૂતો આખા વર્ષની કૃષિ સિઝનનો પ્રારંભ કરતા હોય છે.

ગોંડલ પંથકમાં ગઇકાલે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ગોંડલમાં થોડીકવાર વરસાદ પડ્યો ત્યાં તો ખેતરમાં પાણી ભરાઇ ગયા હતા. ધોધમાર વરસાદના કારણે નદી-નાળાં બે કાંઠે વહેવા લાગ્યા હતા. ખેડૂતો માટે ભીમ અગિયારસનું મુહૂર્ત સાચવ્યું હોય તેમ ગોંડલમાં વરસાદ પડ્યો હતો.

વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગોંડલમાં ભારે પવન સાથે વાસાવડ દેવળિયા, દડવા સહિતના ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ ગામના લોકોને ગરમીથી રાહત મળી છે. વરસાદનું આગમન થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

ગઈકાલે ગોંડલમાં અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળા દેખાયા હતા. ત્યારે ભારે પવન સાથે ગોંડલના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું. ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા.

ભીમ અગિયારસ પહેલા ગોંડલમાં વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ત્રણ દિવસ પહેલા અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં જેઠ મહિનામાં અષાઢી જેવો માહોલ જોવા મળ્યો હતો. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં 15 જૂન સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું આગમન થઇ જશે. રાજ્યમાં જેમ જેમ વરસાદની સીઝન નજીક આવી રહી છે. તેમ-તેમ રાજ્યની જનતાને ગરમીથી રાહત મળી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતોમાં ખુશીની લહેર : સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા, નદી-નાળાઓ બે કાંઠે વહેવા લાગ્યા…"

Leave a comment

Your email address will not be published.


*