સુરતના કતારગામ વિસ્તારમાં કારખાનાની મરામત વખતે દીવાલ પડતા બે યુવકોના મૃત્યુ – સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ…

સુરતના કતારગામમાં બનેલી એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર બે યુવક પર દિવાલ પડતા બન્ને યુવકોના મૃત્યુ થયા છે. આ ઘટના સુરતના કતારગામમાં જરીવાલા કમ્પાઉન્ડમાં કારખાનાની મરામત કરતી વખતે દિવાલ તૂટી પડી હતી. આ ઘટનામાં પાર્કિંગની સાઈડ પર ઉભેલા બે યુવકો દિવાલ નીચે આવી ગયા હતા.

આ ઉપરાંત પાર્કિંગમાં મૂકેલી 2 કાર, મોપેડ સહિત 40 જેટલા વાહનોને નુકસાન થયું હતું. દિવાલ પડવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ઘટના બની ત્યારે ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનામાં રોહિત અને સમીર નામના બે યુવકોના મૃત્યુ થયા છે.

આ અકસ્માતની ઘટનામાં કતારગામના કાસાનગર ખાતે રહેતી 21 વર્ષીય રોહિત અને 28 વર્ષના સમીરનું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. બિલ્ડિંગના પહેલા માળે ઓનલાઇન કંપનીનું કામ ચાલતું હતું.

જ્યાં કામ કરતા 22 જેટલા કર્મચારીઓને વિભાગની ટીમ દ્વારા સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા છે. ફાયર વિભાગની ટીમ નું કહેવું છે કે કાટમાળ નીચે વધુ એક યુવક હોવાની આશંકાઓ છે. આ સમગ્ર ઘટનાને લઇને મહિધરપુરા પોલીસે બે માલિક સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

બિલ્ડિંગના માલિકને પાલિકા દ્વારા અગાઉ બે વખત નોટિસ આપવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને લઇને સમીરના પરિવારજનોએ મરામતની કામગીરીમાં બેદરકારી દાખવવાનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી અનુસાર 21 વર્ષનો રોહિત પહેલા માળે પાણીની બોટલ ખાલી કરવા ગયો હતો.

ત્યારે તેની સાથે આ ઘટના બની હતી આ ઘટનામાં તેનું કરૂણ મૃત્યુ થયું છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા બન્ને યુવકોના મૃત્યુની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*