વાવાઝોડા સાથે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી – આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ…

Published on: 12:44 pm, Sun, 20 March 22

આ વર્ષે ઉનાળાની ભારે ગરમીના કારણે લોકો ખૂબ જ પરેશાન છે. હજુ તો માર્ચ મહિનો પૂરો પણ નથી થયો ત્યાં ગુજરાતની જનતા ગરમીથી પરેશાન થઈ ગઈ છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં વાવાઝોડા સાથે ભારે વરસાદને લઇને હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે.

અંબાલાલ પટેલનું કહેવું છે કે રાજ્યમાં એપ્રિલ મહિના પછી આકરી ગરમીનો અનુભવ થશે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં એપ્રિલ, મે અને જૂન મહિનામાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. મે મહિનામાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે.

પવનના વંટોળિયા સાથે ભારે વરસાદની શરૂઆત થશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં અનિયમિત વરસાદ પડશે. અનિયમિત વરસાદના કારણે ખેડૂતોને પણ ભારે મુશ્કેલી પડશે અને અનિયમિત વરસાદમાં અમુક જગ્યાએ વરસાદ નહીં રહે અને અમુક જગ્યાએ ધોધમાર વરસાદ પડશે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ અમદાવાદમાં પણ આ વર્ષે સૌથી વધુ ગરમીનું પ્રમાણ રહેશે. પરંતુ આ વર્ષે અંબાલાલ પટેલની આગાહી મુજબ વરસાદનું પ્રમાણ ખૂબ જ સારું રહેશે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધુ રહેશે.

આગામી સમયમાં પવનની સ્થિતિ અને વાતાવરણ આધાર પર વરસાદ કેવો રહેશે તેના પર આગાહી કરવામાં આવશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી ચાર દિવસમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઘટશે. અને અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વાવાઝોડા સાથે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી – આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ…"

Leave a comment

Your email address will not be published.


*