ગુજરાતમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આવી ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. સતત આવી ઘટનાઓ વધતા હવે એવું લાગી રહ્યું છે કે લુખ્ખા તત્વોને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી.
ત્યારે પાટણ જિલ્લાના હારીજ માંથી બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. હારીજ તાલુકા પંચાયત સામે શબરી શોપિંગ સેન્ટર પાસે એક યુવક પર બે યુવક હોય ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. માત્ર ગણતરીની સેકન્ડોમાં જ બંને મળીને યુવકનો જીવ લઈ લીધો હતો.
સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો હારીજ તાલુકા પંચાયત સામે શબરી શોપિંગ સેન્ટર પાસે હાર્દિક બાબરભાઈ દેસાઈ નામનો યુવક ચા પી રહ્યો હતો.ત્યારે નાગજી દેસાઈ અને અન્ના ઠાકોર નામના બે શખસ આવ્યા હતા.
હાર્દિક દેસાઈ સમજે તે પહેલા તો બંને ધારદાર વસ્તુ વડે હાર્દિક ઉપર તૂટી પડ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ પાટણ જિલ્લા પોલીસવડા વિજય પટેલ, રાધનપુર ડી.વાય.એસ.પી ડી.ડી. ચૌધરી સહિતના પોલીસ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ મૃત્યુ પામેલા હાર્દિક દેસાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યું હતું.
અને ઘટનાના બંને આરોપીઓની શોધખોળ પોલીસે શરૂ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર અગાઉની અદાવતમાં હાર્દિક દેસાઈનો જીવ લેવામાં આવ્યો છે તેવું જાણવા મળી રહ્યું છે. મિત્રો આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
પાટણમાં ચા પીઈ રહેલા રબારી યુવકનો બે યુવકોએ મળીને જીવ લઇ લીધો, રબારી યુવકનું કરુણ મોત… જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો… pic.twitter.com/1GtGzyMinf
— GUJJU ROCKZ (@gujju_rockz) November 17, 2022
થોડાક સમય અગાઉ પણ પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં જીવ લેવાની ઘટના બની હતી. એક વર્ષથી ચાલતા મામા-ફોઈના છોકરાઓના ઝઘડાનો અંત મોતથી આવ્યો હતો. હાલમાં આ ઘટનાને લઈને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment