સુરતના અડાજણ વિસ્તારમાં ધોરણ નવમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી મિત્રો ટ્યુશન જવા નીકળ્યા હતા ને પછી એક સાથે ગુમ થઈ જતા પરિવારના લોકોને પોલીસ દોડતી થઈ ગઈ છે. વિદ્યાર્થીની શોધખોળમાં એક વિદ્યાર્થીની બેગમાંથી ચિઠ્ઠી મળી છે
અને તેમાં લખ્યું છે કે હું સફળ થવા માટે જાવ છું અને હું દસ વર્ષ બાદ પરત આવીશ, મને શોધતા નહીં.સુરતના પાલ વિસ્તારમાં રહેતો 14 વર્ષે રાજન પોતાની દિનચર્યા અનુસાર અડાજણ વિસ્તારમાં પોતાની શાળાએ ગયો હતો. શાળાએથી બપોરે ઘરે આવ્યા પછી રાજન રાબેતા મુજબ પાલ વિસ્તાર ટ્યુશન ગયો
પરંતુ ત્યાંથી સમયસર પાછો ન આવતા તેના માતા-પિતા સહિત પરિવારના લોકોને શોધવા લાગ્યા હતા અને તેના ટ્યુશન ક્લાસીસ ખાતે પણ તેની તપાસ કરવામાં આવી હતી.પરિવારના લોકો પહેલા તો ટ્યુશન ગયા પણ ત્યાં ટ્યુશનમાં તેની ગેરહાજરી હતી
અને તેની સાથે જ અભ્યાસ કરતો 14 વર્ષીય પ્રિયાંક પણ ગેરહાજર હતો. જેથી રાજન ના માતા પિતાએ પ્રિયાંક ના ઘરે તપાસ કરી હતી અને ઘરેથી ટ્યુશન જવાનું કહીને બંને નીકળ્યા હતા. આ બંને સુરત રેલવે સ્ટેશનથી
ટ્રેનમાં બેસીને અમદાવાદ તરફ ગયા હોવાથી પોલીસે અમદાવાદ મોકલી પરંતુ બંને મિત્રો અંકલેશ્વર સ્ટેશનને ઉતરીને ત્યાંથી ભરૂચ પહોંચ્યા હોવાનું જાણવા મળતા પોલીસ ટીમ પાછી ભરૂચ આવી તેમને શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment