દેશભરમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડ ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બે પિતરાઈ બહેને સુસાઇડ કરી લીધું છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે બંને બહેનો છોકરા સાથે મોબાઇલ પર વાત કરતી હતી. ત્યારે દાદા બંનેને જોઈ ગયા હતા અને મોબાઈલ આજથી લીધો હતો.
જેના કારણે બંને ખૂબ જ નારાજ થઈ ગઈ હતી અને પોતાના રૂમમાં ચાલી ગઈ હતી. ત્યારબાદ બંને રૂમમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે રૂમનો દરવાજો તોડીને બંનેના મૃતદેહને નીચે ઉતાર્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
આ ઘટના રવિવારના રોજ ઉત્તર પ્રદેશના અલીગઢમાં બની હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલા બહેનોના નામ 16 વર્ષની ખુશ્બુ અને 14 વર્ષની શાલીની છે. બંને બહેનો પોતાના દાદા સાથે રહેતી હતી. દાદાએ જણાવ્યું કે બંને પૌત્રીઓ ગામમાં રહીને ખૂબ જ ખુશ હતી. તે બંને આખો દિવસ ઘરનું કામ કરતી હતી. બંનેના માતા-પિતા વિદેશમાં નોકરી કરે છે.
એક દિવસ બંને બહેનો મોબાઇલ પર વાતચીત કરી રહી હતી. ત્યારે હું ત્યાં આવી પહોંચ્યો હતો. દાદાએ કહ્યું કે મેં બંને બહેનને પૂછ્યું કે તમારી પાસે મોબાઇલ ક્યાંથી આવ્યો? ત્યારે બંને મને કાંઈ જવાબ આપ્યો નહીં પછી મેં બંને પાસેથી મોબાઇલ લઈ લીધો હતો. જેના કારણે બંને બહેનો ખૂબ જ નારાજ થઈ ગઈ હતી. બંને ઘણી વખત મને મોબાઇલ પાછો આપવાનું કહ્યું. પરંતુ મેં મોબાઈલ આપવાનો ઇનકાર કરી દીધો હતો.
દાદાએ વધુમાં જણાવ્યું કે રવિવારના રોજ સવારે હું ખેતરમાં કામ કરવા ગયો હતો. જ્યારે બપોરે ઘરે પાછો આવ્યો ત્યારે મેં ખુશ્બુ પાસે પાણી મંગાવ્યું હતું. ઘણો સમય થઈ ગયો છતાં પણ ખુશ્બુ પાણી લઈને આવી નહીં. પછી હું ઉભો થઈને બંનેની રૂમમાં ગયો હતો. મેં જ્યારે બારીમાંથી જોયું ત્યારે બંને બહેનો લટકતી હાલતમાં મને જોવા મળી હતી.
ત્યારબાદ આ ઘટનાની જાણ મેં મારા દીકરા અને પોલીસને કરી હતી. પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી પછી રૂમનો દરવાજો તોડીને બંને બહેનોના મૃતદેહને નીચે ઉતારી હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને બંને બહેનોએ કયા કારણોસર પોતાનો જીવ દુકાવ્યો તેનું ચોક્કસ કારણ જાણવાની પણ કામગીરી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment