નડિયાદમાં આઇસર ટ્રક અને લાકડાથી ભરેલા ટ્રેકટર વચ્ચે ટક્કર થતાં સર્જાયો અકસ્માત, બે લોકો ઈજાગ્રસ્ત…

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ આજકાલ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ખેડા જિલ્લાના નડિયાદ પાસેના હાઈવે પર આઇસર ટ્રક અને લાકડા થી ભરેલા ટ્રેકટર વચ્ચે ગુરૂવારના રોજ ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ઘટનાની જાણ થતા નડિયાદ પશ્ચિમ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નડિયાદના નજીકના પીપલગ ગામથી ડુમરાલ ગામ તરફ જતો નેશનલ હાઇવે નંબર 8 પર આ અકસ્માતની ઘટના બની હતી.

મળતી માહિતી અનુસાર GJ 06 KP 6725 નંબરનું લાકડા થી ભરેલું ટેન્કર નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યું હતું. ત્યારે GJ 23 AT 3076 નંબરના આઇસર ટ્રકે ટ્રેકટરને પાછળથી જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ ઘટના બનતા જ ટ્રેક્ટરની ટ્રોલી સિધી હાઈવે ની રેલિંગ સાથે જઈને અથડાઈ હતી. આ અકસ્માતમાં ટ્રેકટર ચાલક તેમજ અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર બંને ઇજાગ્રસ્ત વ્યક્તિઓમાંથી એકની હાલત ખુબ જ ગંભીર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*