પેપરલીક કાંડમાં મોટો ખુલાસો,પેપર ફોડનાર નું નામ આવ્યું સામે,પરીક્ષા રદ્દ થવાની સંભાવના

Published on: 10:16 am, Fri, 17 December 21

ગુજરાતમાં પેપર લીક થવાની બાબતો હવે સામાન્ય બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અહીં ભાગ્યે જ કોઈ પરીક્ષા પારદર્શિતા સાથે લેવામાં આવે છે.મોટા ભાગ ની પરીક્ષાઓ પહેલા પેપરના લાખો રૂપિયાના સોદા થઈ જાય છે.

પરીક્ષા સમયે જ પેપર ફૂટી પણ જાય છે જેના કારણે લાખો યુવાનો ની મહેનત પાણીમાં જતી હોય છે. આવું જ ફરી એક વખત થઈ રહ્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ કલાર્ક ની પરીક્ષા માં થઈ રહ્યુ છે.

પરીક્ષા પહેલા પેપર લીક થયાના પુરાવા રજૂ થયા બાદ હાલ તંત્ર કાર્યવાહીના મૂડમાં આવી છે.હેડ કલાર્ક પેપર કાંડમાં 12 શંકાસ્પદોની પૂછપરછ કરી છે. આ લોકો સંડોવાયેલા છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. હાલ તો પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે પોલીસ પેપર લીક કરનારા આરોપીઓ સુધી પહોંચી શકે છે. એવી સંભાવના દર્શાવવામાં આવી રહી છે કે, પેપર લીક થતા પરિક્ષા રદ્ કરવાનો નિર્ણય લેવાઈ શકે છે. પેપર લીક થયાની ફરિયાદ આજે દાખલ થઈ શકે છે.

ગૌણ સેવા પસંદગી મંડળ ફરિયાદી બનશે.80 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.આજે હેડ ક્લાર્ક ભરતી પેપર લીક મામલે આંદોલનકારી યુવરાજસિંહ GSSSB ના અધ્યક્ષ અસિત વોરા અને સચિવ, ઉપ સચિવ ની હાજરીમાં પુરાવા સોંપ્યા છે

સાથે GSSSB આ પેપર લીક મામલે પોતે ફરિયાદી બનશે તેવું આશ્વાસન આપ્યું છે.આ મામલે યુવરાજે વધુમાં જણાવ્યું કે બીજા કેટલીક સંવેદનશીલ પુરાવાઓ પણ સોંપવામાં આવશે જે ફક્ત ગૃહરાજ્યમંત્રી ને જ આપવા માગીએ છીએ. સરકારને આ મામલે એક્શન લેવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપીએ છીએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!