ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધતી જાય છે. ત્યારે ગાંધીનગરના મહુવા હાઇવે પર બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર ગાંધીનગર હાઇવે પર આવેલા ગામભરતી ચાર રસ્તા પાસે બુધવારના રોજ રાત્રે 2 યુવક કાર લઈને નીકળ્યા હતા.
ત્યારે બાહુબલી નવા બની રહેલા રોડ પર સાઈડ માં મુકવામાં આવેલ મશીન સાથે કારની ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત કાર ચાલક યુવકને ઇજા પહોંચી હતી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના પિતાએ કાર ચાલક વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી અનુસાર માણસા તાલુકાના ખેડા ગામ એ આનંદપુરા પંચાયત કચેરીની પાસે રહેતા અને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા ગોવિંદસિંહ ઉદાજી ચાવડા તથા તેમનો પુત્ર રાજદીપસિંહ સાંજે તેમના ઘરે હતા.
ત્યારે ગામમાં રહેતો જયરાજસિંહ ભરતસિંહ ચાવડા તેમના ઘરે આવ્યો હતો અને રાજદીપસિંહ ને કહ્યું હતું કે ચાલ આપણે બહાર જઈએ. ત્યારબાદ બંને મિત્રો i20 કાર માં બેસીને સાંજે 7:30 ઘરેથી નીકળી ગયા હતા. જ્યારે તેઓ હાઇવે પર જઈ રહ્યા હતા.
ત્યારે અંધારામાં કારચાલક જયરાજસિંહને દેખાયું નહિ અને કાર રોડ પર પડેલા મશીન સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં કાળનો સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઇ ગયો હતો. ઘટના બન્યા બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા અને બંને યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
રાજદીપસિંહની હાલત ખુબ જ ગંભીર હોવાના તેમને માણસાની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટર દ્વારા રાજદીપસિંહ મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
રાજદીપસિંહ મૃત્યુની જાણ થતાં જ પરિવારજનો હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. આ સમગ્ર ઘટનાને લઇને રાજદીપસિંહ ના પિતાએ કાર ચાલક જયરાજસિંહ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment