હરિયાણામાં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર હરિયાણાના હિસાર જિલ્લામાં એક વાંદરાને બચાવવા જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે મિત્રોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના મંગળવારના રોજ હાંસીની દયાલ સિંહ કોલોની પાસે મોડીરાત્રે બની હતી.
મળતી માહિતી અનુસાર વાંદરાને બચાવવા જતા કાર બેકાબુ થઇ ગઈ હતી અને ઝાડ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં ચણૌટ ગામના બે યુવકોના મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં કાળનો ભાંગીને ભુક્કો થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને કારનો દરવાજો તોડીને બંને યુવકોને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ બન્નેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યાર બાદ બંનેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર ચણૌટ ગામના રહેવાસી પ્રદીપ થોડાક દિવસ પહેલા જ નવી કાર ખરીદી હતી. મળતી માહિતી અનુસાર પ્રદીપ અને તેનો મિત્ર નરેન્દ્ર મંગળવારે સવારે પોતાની કાર લઇને ચારખી દાદરી ગયા હતા. તેઓ સાંજના સમયે જ્યારે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં કાર ની સામે અચાનક વાંદરો આવી ગયો હતો.
વાંદરાને બચાવવા ના પ્રયાસમાં કાર બેકાબુ થઇ ગઈ હતી અને પલટી ખાઇને રોડની બાજુના ઝાડ પર અથડાઇ હતી. આ અકસ્માતમાં કાર સંપૂર્ણ રીતે ભાંગીને ભુક્કો થઈ ગઈ હતી.
ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા અને કારમાં સવાર બંને મિત્રોને તાત્કાલિક બહાર કાઢીને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સરકારી હોસ્પિટલમાં બંને મિત્રોને મૃત જાહેર કર્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 39 વર્ષીય પ્રદીપ અને 35 વર્ષીય નરેન્દ્ર પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃત્યુ પામેલા નરેન્દ્રને 4 વર્ષનો છોકરો અને 2 વર્ષની છોકરી છે. નરેન્દ્રના મૃત્યુ થતાં જ બે બાળકો એ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment