અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ત્રિપલ અકસ્માતની ઘટના, એક ટ્રેલર ડ્રાઈવર પોતાનો જીવ ગુમાવ્યો…

Published on: 10:14 am, Thu, 3 February 22

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર રાત્રે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ટ્રકમાં આગ લાગવાના કારણે ટ્રક ડ્રાઈવર નું મૃત્યુ થયું છે. જ્યારે અન્ય એકને ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે નડિયાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર અકસ્માતના પગલે એક્સપ્રેસ હાઈવે પર લગભગ એક કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. મળતી માહિતી અનુસાર રાત્રે સવા નવ વાગ્યાની આસપાસ નડીયાદ થી અમદાવાદ તરફ આવી રહેલું ટ્રેલર રોડની સાઈડમાં ઊભું હતું.

ત્યારે પાછળથી એક આઈસર ચાલકે ટ્રેલરની પાછળ આઈસરને ધુસાવી દીધું હતું. આ અકસ્માતમાં ટ્રેલરના કેબિનમાં આગ લાગી ઉઠી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં GJ 12 AT 9104 નંબરના ટ્રેલર ડ્રાઈવરનું મૃત્યુ થયું છે. મૃત્યુ પામેલા ટ્રેલર ડ્રાઈવરનું નામ નરેશ મહંતો હતું.

મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બની ત્યારે આઈસર ટ્રક ની પાછળ આવી રહેલા એક અન્ય ટ્રક ચાલકે અકસ્માતગ્રસ્ત વાહનોને અથડાતા બચાવવાનો પ્રયાસ કરતા તેને સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને રોડ ક્રોસ કરીને બીજી બાજુ પટકાઈ ગયું હતું.

જેના કારણે ટ્રકમાંથી ઓઈલ ઢોળાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ રીતે રાત્રિના સમયે અમદાવાદ વડોદરા હાઈવે પર ત્રિપલ અકસ્માત ની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

ઘટનાની જાણ થતા અમદાવાદની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી ઉપરાંત પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. અકસ્માતની ઘટનાને કારણે હાઇવે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ત્રિપલ અકસ્માતની ઘટના, એક ટ્રેલર ડ્રાઈવર પોતાનો જીવ ગુમાવ્યો…"

Leave a comment

Your email address will not be published.


*