મિત્રો અમુક વખત આપણા મનમાં કેટલાક વિહોમો ઊભા થતા હોય છે. ઘણી વખત આપણે આ વહેમાના કારણે ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડતો હોય છે. ત્યારે ઉત્તર પ્રદેશના હાથરસ શહેરમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાના મનમાં રહેલા વેમના કારણે ત્યાંના લોકોને ભારે દોડધામ સહન કરવી પડી હતી.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, અહીં એક 18 વર્ષના જીતેન્દ્ર નામના યુવકનું સાપ કરડવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું. જીતેન્દ્ર પોતાના ઘરે ભોજન કર્યા બાદ સૂતો હતો ત્યારે તેને સાપ કરડી ગયો હતો. તેથી પરિવારના લોકો તેને હોસ્પિટલ લઈ જાય તે પહેલા તો તેનું મૃત્યુ નીપજ્યું હતું.
ત્યારબાદ જીતેન્દ્રના મૃતદેહને હાથરસદેવીના મંદિર પાસે આવેલા ખાડામાં દફનાવવામાં આવ્યું હતું. દીકરાના મૃત્યુના કારણે સમગ્ર પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. જીતેન્દ્રના માતા-પિતાને સતત જીતેન્દ્ર ની યાદ આવતી હતી અને તેની યાદમાં બંને સતત રડતા હતા. જીતેન્દ્રના મૃત્યુના બે દિવસ બાદ તેની માતા કાલીદેવીને રાત્રે એક સપનું આવ્યું હતું.
આ સપનાની અંદર જીતેન્દ્ર પોતાની માતાને કહે છે કે, હું હજુ પણ જીવું છું. મને ખાડામાંથી બહાર કાઢી લેજો. ત્યારબાદ કાલી દેવી એ આ વાતની જાણ પરિવારના સભ્યોને કરી હતી. તેથી પરિવારના કોઈ સભ્યોએ કાલીદેવીની વાત પર વિશ્વાસ ન રાખ્યો અને મનનો વહેમ છે તેમ કહીને તેની વાતને નકારી દીધી હતી.
પરંતુ બીજા દિવસે પણ પરિવારના અન્ય સભ્યોને આવું સપનું આવ્યું હતું. ત્યારબાદ પરિવારના લોકો મેજિસ્ટ્રેટની ઓફિસે પહોંચ્યા હતા. ફરી એક વખત જીતેન્દ્રનું મૃતદેહ બહાર કાઢવાની પરિવારના લોકોએ પરવાનગી લીધી હતી. ત્યારબાદ તાત્કાલિક જેસીબી બોલાવવામાં આવ્યું અને બપોરના સમયે જીતેન્દ્રને જ્યાં અપનાવવામાં આવ્યો હતો, ત્યાં ખાડો ગાળવામાં આવ્યો.
ત્યારે ત્યાં જીતેન્દ્રનું મૃતદેહ હાજર હતું અને તેનું મૃતદેહ ભૂલી ગયું હતું. આ ઉપરાંત તે મૃત હાલતમાં હતો. આ દ્રશ્યો જોઈને ત્યાં ઉભેલા લોકોના તો ટાટીયા ધ્રુજવા લાગ્યા હતા. ત્યારબાદ ફરીથી જીતેન્દ્રના મૃતદેહને દાટી દેવામાં આવ્યું હતું. પરિવારના સભ્યોના વહેમના કારણે પરિવારના લોકોને ભારે દોડધામનો સામનો કરવો પડ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment