દુનિયામાં જેટલા પણ લોકો જન્મે છે તેમનું મૃત્યુ નક્કી છે. દરેક લોકોને પોતાના જીવનકાળ દરમિયાન ઘણી બધી મહેનત કરીને પોતાનું જીવન જીવવું પડતું હોય છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળે છે જેમાં પરિવારના મોભીનું મૃત્યુ થયા બાદ ઘરે તમામ જવાબદારી ઘરની મહિલા ઉપર આવી જતી હોય છે.
ત્યારે આજે આપણે એવી જ એક મહિલા વિશે વાત કરવાના છીએ જેના પતિના મૃત્યુ બાદ ઘરની બધી જવાબદારી તેમના ઉપર આવી ગઈ હતી. આ મહિલા વિશે વાત કરીએ તો તેમનું નામ હીરાબેન આહીર છે. હીરાબેન પોતાની બેન માસુમ દીકરીઓ સાથે રહીને પોતાનું જીવન પસાર કરવા મજબૂર બન્યા છે.
તમને જણાવી દઈએ કે પરિવારનું ગુજરાન ચલાવવા માટે હીરાબેન ની મોટી દીકરી મશીને ચલાવે છે. તેમાંથી જે પણ રૂપિયા આવે તેમાંથી ત્રણેમાં-દીકરીઓ ઘરનું ગુજરાત ચલાવે છે. પરિવારના મોભી ભોળાભાઈનું હાર્ટ એટેક આવવાના કારણે મૃત્યુ થયું હતું. ભોળાભાઈ નું મૃત્યુ થયા બાદ ઘરની અને દીકરીઓની તમામ જવાબદારી હીરાબેન ઉપર આવી ગઈ હતી.
ભોળાભાઈના મૃત્યુ બાદ તેમના પરિવારની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. માંડ માંડ પરિવારનું ગુજરાન ચાલતું હતું. હીરાબેન જે ઘરમાં રહે છે તેના ઘણા મહિનાઓનું લાઈટ બિલ પણ ભરવાનું બાકી છે અને લાઈટ બિલ ભરી શકે એટલા પૈસા પણ તેની પાસે નથી.
હીરાબેનની સાથે તેમની દીકરીઓએ પણ પિતાના મૃત્યુ બાદ ઘરની જવાબદારી પોતાના ખંભે ઉપાડેલી છે. બંને દીકરીઓ અને માતાની પરિસ્થિતિ જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. નાની દીકરીને માતા ભણાવવા માંગે છે પરંતુ પૈસાના કારણે દીકરીને ભણાવી શકે તેમ નથી.
મિત્રો જો તમારા નજરમાં પણ આવું કોઈ પરિવાર હોય તો એક વખત વિચારીને તમારાથી થાય તેટલી મદદ જરૂર કરજો. આવા પરિવારની મદદ કરવા માંગતા હોય તો આ નંબર પર કોલ કરો – 7600 900 300
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment