સાયકલ પર સવાર બે સગા ભાઈઓને એક કારે લગાવી જબરદસ્ત ટક્કર, બંને ભાઈઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત – જુઓ ઘટનાના CCTV ફૂટેજ…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ અકસ્માતની ઘટનામાં સાયકલ પર સવાર બે બાળકો એક કારની ઝપેટમાં આવી ગયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે સાયકલ પર સવાર બંને બાળકો હવામાં 6-7 ફૂટ ઉછળીને 20 ફૂટ દૂર જઈને પડ્યા હતા.

એવું જાણવા મળી રહ્યું છે કે સાયકલ પર સવાર બંને બાળકો સગા ભાઈ છે. આ ઘટનામાં બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના હનુમાનગઢથી સામે આવી રહી છે.

ઇજાગ્રસ્ત થયેલા એક ભાઈને હનુમાનગઢ જ્યારે બીજા ભાઈને બિકાનેર સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હનુમાનગઢ જિલ્લાના ફેફા વિસ્તારના છે. આ ગંભીર અકસ્માતની ઘટના ગુરૂવારના રોજ મોડી સાંજે બની હતી. 12 વર્ષીય સુરેન્દ્રનગર અને 10 વર્ષીય રોબિન રમતા રમતા ગામની નજીક આવેલા પેટ્રોલ પંપ તરફ ચાલ્યા ગયા હતા.

ત્યારબાદ બંને ભાઈઓ પોતાની સાઇકલ પર સવાર થઈને ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન પેટ્રોલ પંપની સામે ના રસ્તા પર આવ્યા ત્યારે સામેથી આવતી અલ્ટો કારે બંનેને જબરદસ્ત ટક્કર લગાવી હતી. અકસ્માતના પગલે બંને બાળકો ગમે રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

ત્યારબાદ બંનેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત થયેલો સુરેન્દ્ર ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે અને ઇજાગ્રસ્ત થયેલો રોબીન ધોરણ ચારમાં અભ્યાસ કરે છે. એક સાથે બંને સગા ભાઈઓ ગંભીર અકસ્માતનો ભોગ બન્યા છે.

જેના કારણે પરિવારના લોકો ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા છે. આ ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજ જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*