દિવાળીની રજામાં ઘરે જતા બે સગા ભાઈઓને રસ્તામાં નડ્યો અકસ્માત… ભાઈની નજર સામે ભાઈનું દર્દનાક મોત…

દેશભરના વિવિધ વિસ્તારોમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં દિવાળીના તહેવાર પર ફરજ બજાવ્યા બાદ બાઈક લઈને ઘરે જતા બે ભાઈઓને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં એક ડમ્પર ચાલકે બંને ભાઈઓને કચડી નાખ્યા હતા.

અકસ્માતની ઘટનામાં એક ભાઈનું કરુણ મોત થયું છે. જ્યારે બીજા ભાઈની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના પિતાની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

આ અકસ્માતની ઘટના હરિયાણાના પલવલમાંથી સામે આવી રહી છે.ઘટનાને લઈને વિગતવાર વાત કરે તો સૌરવ અને ગૌરવ નામના બે સગા ભાઈઓ છે. બંને ભાઈઓ ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. ગત રવિવારના રોજ દિવાળી નો તહેવાર હોવાના કારણે બંને ભાઈઓ પોતાની બ્યુટી પૂરી કરીને બાઈક લઈને પોતાના ગામ તરફ આવી રહ્યા હતા.

આ દરમિયાન રસ્તામાં એક ઝડપી ડમ્પર ચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલે જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર બંને ભાઈઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

અકસ્માતની ઘટના ડમ્પરચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયું હતું. ત્યારબાદ આસપાસના લોકો બંને ભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. પછી તો સૌરભની હાલત વધારે ગંભીર હોવાના કારણે તેને વધુ સારવાર માટે બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પરંતુ ત્યાં હોસ્પિટલમાં પહોંચે તે પહેલા તો રસ્તામાં જ તેનું મોત થઈ ગયું હતું. જ્યારે ગૌરવની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*