ભરતપુરમાં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં બે પિતરાઇ ભાઇએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બન્ને ભાઈ તેમના મિત્રના લગ્નમાં હાજરી આપવા માટે બાઈક લઈને જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક ખાનગી બસે તેમની બાઈકને જબરદસ્ત ટક્કર લગાવી હતી.
આ અકસ્માતમાં બંને ભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને બંને પિતરાઈ ભાઈઓને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ ત્યાં હાજર તબીબોએ બંને ભાઈઓને મૃત જાહેર કર્યા હતા.
ત્યારબાદ પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. મળતી માહિતી અનુસાર બન્ને ભાઈઓ ઉધોગનગર વિસ્તારના ધહયા ગામના રહેવાસી હતા.
28 વર્ષીય યોગેશ અને 33 વર્ષીય વિવેક તેમના મિત્ર ભગીરથ ના લગ્નમાં હાજરી આપવા માટે બાઈક લઈને જરીલા ગામ જઈ રહ્યા હતા.
ત્યારે રસ્તામાં નાગલા વિસ્તારમાં એક ખાનગી બસે તેમની બાઇકને પાછળથી જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતમાં બંને ભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બન્યા બાદ બસ ચાલક બસ લઈને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.
આ ઘટના બનતા જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ ત્યાં બંનેને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment