ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે વાપી પાસે આવેલા બલીઠા બ્રિજ પર પડેલા ખાડાઓના કારણે એક ગંભીર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતની ઘટનામાં દમણના રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના અધ્યક્ષ નીકાળ અન્ય કાર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે રાષ્ટ્રીય કરણી સેનાના દમણના અધ્યક્ષ કનકસિંહ જાડેજાનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.
અકસ્માતની ઘટનામાં કારમાં સવાર અન્ય ત્રણ હોદ્દેદારોને ગંભીર ઇજા પહોંચી હતી. હાલમાં તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહે છે. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ દમણના અધ્યક્ષ અને વલસાડના અધ્યક્ષ સહિત કરણી સેનાના પાંચ હોદ્દેદારોને કારમાં સવાર થઈને વલસાડમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા રાજપુત સમાજની વ્યક્તિની ખબર અંતર પૂછવા અને મદદ કરવા વલસાડ આવી રહ્યા હતા.
ત્યારે તેમને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી અનુસાર રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના વલસાડ જિલ્લા પ્રમુખ અને ગુજરાત કરણી સેનાના કોર કમિટીના સભ્ય અલોક સિંહ દમણ કરણી સેનાના પ્રમુખ કનકસિંહ જાડેજા સાથે GJ 15 CJ 8637 નંબરની કારમાં વલસાડ ખાતે એક હોસ્પિટલમાં દાખલ રાજપૂત સમાજના પરિવારના સભ્યની ખબર અંતર પૂછવા માટે અને પરિવારની મદદ કરવા માટે જઈ રહ્યા હતા.
આ દરમિયાન બલીઠા બ્રિજ ઉપર પડેલા ખાડાઓના કારણે તેમની કાર બેકાબુ બની ગઈ હતી અને તેમની કાર અન્ય કાર સાથે અથડાઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.
અકસ્માતના પગલે રાજપુત કરણી સેનાના દમણના અધ્યક્ષ કનકસિંહ જાડેજાનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ ઉપરાંત રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના વલસાડ જિલ્લાના અધ્યક્ષ આલોકસિંહ સહિત ત્રણ વ્યક્તિઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ગંભીર અકસ્માતની ઘટનાની જાણ થતાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના હોદ્દેદારો અને સમાજના લોકો વાપીની ખાનગી હોસ્પિટલમાં પહોંચી આવ્યા હતા. આ ઘટનાના કારણે સમગ્ર રાજપૂત સમાજ અને કરણી સેનામાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment