આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેમાં પોલીસોની બેદરકારી જોવા મળે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં વાયરલ થઈ રહ્યો છે.સુરત મીની બજાર ખાતે ટ્રાફિક સમસ્યા સંભાળવા ને બદલે સાઈડમાં બેસીને મોબાઇલ જોતા ટી.આર.બી જવાનને જોઈને ધારાસભ્ય કુમાર કાનાણી લાલઘુમ થઈ ગયા હતા.
ટી.આર.બી જવાનને ઉધડો લીધો હતો, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ટી.આર.બી જવાનને ખખડાવતા જોવા મળી રહ્યા છે. સુરતની વરાછા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી એકિટવા પર તેમના પત્ની સાથે મીની બજાર તરફ જઈ રહ્યા હતા.
આ સમયે મુખ્ય રસ્તા પર ટ્રાફિક હતું, જેથી તેઓએ આજુબાજુ જોયું તો ટી.આર.બી જવાને ખૂણામાં બાઈક પર બેસીને મોબાઇલમાં વ્યસ્ત જોવા મળ્યો હતો. જેથી કુમાર કાનાણીએ ટી.આર.બી જવાનને બોલીને ખખડાવ્યો હતો,
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કુમાર કાનાણી ને કહી રહ્યા છે કે તું તારું સીધું સીધું કામ કર નહિતર એક ઝાપટ મારીશ. ત્યારે ટી.આર.બી. જવાનેએ કહ્યું કે કાકા મારવાની વાત નહીં કરવાની. આ સાંભળીને ધારાસભ્ય ઉશ્કેરાઈ ગયા, જોકે ટી.આર.બી જવાન અને પોતાની યોગ્ય રીતે ફરજ બજાવાને બદલે મોબાઇલમાં વ્યસ્ત રહીને ટ્રાફિકનું સંચાલન ન કરતો હોવાનું એકત્રિત થયેલા લોકોએ પણ કહ્યું હતું.
લોકોએ જણાવ્યું કે તે એક બાજુ જઈને ફોનમાં જોઈ રહ્યો છે અને ટ્રાફિકનું સંચાલન સરખી રીતે કરતો નથી. જેના કારણે ટ્રાફિક થાય છે અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment