હાલમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. વાયરલ થઇ રહેલો આ વિડીયો જોઈને ભલભલા લોકોનો શ્વાસ અધ્ધર થઈ ગયો છે. આ ઘટનામાં એક વ્યક્તિને બંધ રેલવે ફાટક ભારે પડી ગયા હતા. આ ઘટનામાં રેલવે ફાટક ક્રોસ કરતી વખતે એક વૃદ્ધ વ્યક્તિ સાથે એવું થયું કે ત્યાં ઉભેલા તમામ લોકોની ચીસો નીકળી ગઈ હતી.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, હરદાના ખિરકિયામાં એક વૃદ્ધ વ્યક્તિ બંધ રેલવે ફાટક ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન વૃદ્ધ વ્યક્તિ ઝડપથી આવતી ટ્રેનની અડફેટમાં આવી ગયા હતા. જેથી તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
મળતી માહિતી અનુસાર મંગળા એક્સપ્રેસ આવવાના કારણે રેલવે ફાટક બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે આ અકસ્માતની ઘટના બની હતી. જ્યારે ફાટક બંધ કરવામાં આવે છે ત્યારે એક રૂદ વ્યક્તિ આજુબાજુ જોયા વગર રેલવે ટ્રેક ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે.
ત્યારે ઝડપે ટ્રેનને રોજ વ્યક્તિને કચડી નાખ્યા હતા. આ ઘટના સોમવારના રોજ રાત્રિના સમયે બની હતી. પરંતુ આ ઘટનાનો વિડીયો મંગળવારના રોજ સામે આવ્યો હતો. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
હઝરત નિઝામુદ્દીનથી એર્નાકુલમ જંકશન તરફ જતી 12618 નંબરની મંગલા એક્સપ્રેસ ટ્રેન સોમવારના રોજ રાત્રે 8:00 વાગ્યાની આસપાસ આવવાની હતી. જેના કારણે રેલવે ફાટક બંધ કરી દેવામાં આવ્યા હતા. ફાટક બંધ થઈ ગયા બાદ આજુબાજુ જોયા વગર 52 વર્ષીય આત્મારામ રેલવે ટ્રેક ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે.
બંધ ફાટક ક્રોસ કરવા ગયેલા વ્યક્તિને ટ્રેને કચડી નાખ્યો, લોકોની ચીસો નીકળી ગઈ – જૂઓ મૃત્યુનો ભયંકર લાઈવ વિડિયો… pic.twitter.com/yRz9YBG8BB
— GUJJU ROCKZ (@gujju_rockz) October 7, 2022
આ દરમિયાન તેઓ ઝડપી ટ્રેનની અડફેટમાં આવી ગયા હતા. આ કારણસર તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બનતા જ ત્યાં હાજર લોકોની ચીસો નીકળી ગઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment