તમને બધાને ખબર હશે કે ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આજે આપણે એક અકસ્માતની ઘટનાની વાત કરવાના છીએ, આ અકસ્માતની ઘટનામાં એક જ રાતમાં પરિવાર હતો ન હોતો થઈ ગયો છે. વિસ્તૃતમાં વાત કરીએ તો, ભરૂચ જિલ્લાના નેત્રંગ અને થવા ગામની વચ્ચેના ખરાબ રસ્તાના કારણે એક હસતો ખેલતો પરિવાર આજે વિખરાઈ ગયો છે.
રાત્રિના સમયે રસ્તા પર પડેલા ખાડા તારવીને કાર ચલાવતા એક વ્યક્તિએ ખાડાના કારણે કાર પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે કાર બળદેવા ડેમની ખાડીમાં ખાબકી ગઈ હતી. આ ઘટનામાં કારમાં સવાર માતા-પિતા અને ત્રણ વર્ષની માસુમ બાળકીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.
આ ઘટનાની જાણ મૃતકના પરિવારજનોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ખરાબ રસ્તા ના કારણે પરિવારનો ભોગ લેવાતા જ સમગ્ર પથકના લોકો ભારે રોષમાં ભરાયા હતા. મળતી માહિતી અનુસાર રાત્રિના સમયે જ્યારે આ ઘટના બની ત્યારે પાણીમાં ડૂબી રહેલા લોકોએ બચાવવા માટે બૂમાબૂમ કરી હતી.
પરંતુ રાત્રી નો સમય હોવાના કારણે કોઈપણ તેમની મદદ કરી શક્યું ન હતું. આ ઘટનાની જાણ થતા જ નેત્રંગ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પાણીમાં ડૂબી ગયેલા માતા-પિતા અને બાળકીના મૃતદેહને બહાર કાઢીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ગંભીર ઘટનામાં સંદીપભાઈ, તેમની પત્ની યોગીતાબેન અને ત્રણ વર્ષની દીકરી મહીનું મૃત્યુ નીપજ્યું છે. સમગ્ર ઘટના બન્યા બાદ સંદીપભાઈ ના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી અનુસાર જે દિવસે ઘટના બની તે દિવસે સંદીપભાઈ પોતાના પરિવાર સાથે કાર લઈને હોટલે જમવા માટે ગયા હતા.
હોટલે જમીને જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા આ દરમિયાન રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. સવારે એક જ પરિવારના ત્રણ સભ્યોની અર્થી કાઢવામાં આવી ત્યારે ત્યાં હાજર તમામ લોકો રડી પડ્યા હતા. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ખરાબ રસ્તાના કારણે વધુ એક હસતો ખેલતો પરિવાર આજે વિખરાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment