માતાએ 6 વર્ષની દીકરીનો જીવ લઈને પોતે ગળાફાંસો ખાઈ લીધો, અઢી વર્ષની દીકરી બચી ગઈ… ઘટના જાણીને રુવાટા ઉભા થઈ જશે…

Published on: 5:03 pm, Thu, 1 September 22

આજ કાલે જીવ ટુંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં કરિયાણાના વેપારીની પત્નીએ બે દીકરીઓનું ગળું દબાવી દીધી અને ત્યારબાદ પોતે ગળાફાંસો ખાઈ લીધો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં વેપારીની પત્ની અને મોટી દીકરીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.

મળતી માહિતી અનુસાર અઢી વર્ષની દીકરીનો બચાવ થયો છે. હાલમાં તેની સારવાર હોસ્પિટલમાં જ ચાલી રહી છે અને તેની હાલત ખૂબ જ નાજુક છે. આ સમગ્ર ઘટના બુધવારના રોજ 9:30 વાગ્યાની આસપાસ જૈનમાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, કરિયાણાના વેપારી સુનિલભાઈ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે.

સુનિલભાઈ પોતાના ઘરની સામે કરિયાણાની દુકાન ચલાવે છે. બુધવારના રોજ રાત્રે સુનિલભાઈ દુકાન નો સામાન સંકેલીને ઘરે આવ્યા હતા. ઘરે આવીને તેઓ પોતાની પત્નીને શોધતા શોધતા ઘરના પહેલા માળે પહોંચ્યા હતા. ત્યારે તેમને ત્યાં કંઈક એવું જોયું કે જે જોઈને તેમના પણ હોશ ઉડી ગયા. સુનિલભાઈ ઘરમાં તેમની પત્ની ગાયત્રીને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોઈ હતી.

જ્યારે બંને દીકરીઓને જમીન પર પડેલી જોઈ હતી. આ ઘટના બન્યા બાદ સુનિલભાઈએ આ ઘટનાની જાણ પોલીસ અને એમ્બ્યુલન્સને કરી હતી. માં અને બંને દીકરીઓને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરે સુનિલભાઈ ની પત્ની ગાયત્રીબેન અને મોટી દીકરી હંસિકાને મૃત જાહેર કર્યા હતા. જ્યારે નાની દીકરી પ્રિયાંશીને સારવાર આપીને ઉજ્જૈન જિલ્લાની હોસ્પિટલમાં વધુ સારવાર માટે મોકલવામાં આવી હતી.

આ ઘટનામાં પોલીસને ઘટના સ્થળેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી. પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે ગાયત્રીબેન ને બીમારી હતી. પોલીસે ગાયત્રીબેન નો મોબાઇલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની એવી શંકા છે કે, ગાયત્રીબેન એ સૌપ્રથમ પોતાની મોટી દીકરીનો ગળું દબાવીને જીવ લઈ લીધો.

ત્યારબાદ નાની દીકરીનો ઘણો દબાવીને જીવ લેવાનો પ્રયાસ કર્યો. ગાયત્રીબેન ને એમ લાગ્યું કે નાની દીકરીનો પણ જીવ ચાલ્યો ગયો છે. તેમ સમજીને ગાયત્રી બેને ગળાફાંસો ખાઈ લીધો હશે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક સાથે પરિવારમાં બે અર્થી ઉઠતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માતાએ 6 વર્ષની દીકરીનો જીવ લઈને પોતે ગળાફાંસો ખાઈ લીધો, અઢી વર્ષની દીકરી બચી ગઈ… ઘટના જાણીને રુવાટા ઉભા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*