ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ વધી રહે છે. ખાસ કરીને સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે.
સુરતના ગોડાદરામાં આવેલી ગીતાંજલિ સ્કૂલમાં ધોરણ આઠમાં ભણતી રિદ્ધિ મેવાડા નામની દીકરીનું ચાલુ ક્લાસે હાર્ટ એટેક આવતા કરુણ મોત થયું છે. સમગ્ર ઘટના ક્લાસરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રિદ્ધિ બેંચ પર બેઠેલી છે. ત્યારે અચાનક જ તે બેંક પર બેઠા બેઠા ઢળી પડી હતી.
આ ઘટના બન્યા બાદ દીકરીને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં તો દીકરીનું મોત થઈ ગયું હતું. મૃત્યુ પામેલી દિકરી ની ઉંમર માત્ર 13 વર્ષની હતી. 13 વર્ષની દીકરીના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.
હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે, ક્લાસરૂમમાં તમામ વિદ્યાર્થીઓને શિક્ષક ભણાવી રહ્યા છે. આ દરમિયાન પ્રથમ બેંચ પર બેસેલી વિદ્યાર્થીની અચાનક જ ઢળી પડી હતી.
बच्चों को हार्ट अटैक का खतरा… गुजरात के सूरत में क्लास में बैठी एक 12 साल की बच्ची को दिल का दौरा पड़ गया।
स्कूल की टीचर और स्टाफ के लोग उसे अस्पताल लेकर पहुंचे, जहां उसकी मौत हो गई#HeartAttack #HeartSignal6 #Death #gujrat #Surat #heartattackdeath pic.twitter.com/kqQD9DscRn
— Journalist Simran Singh (@singhsimran4321) September 28, 2023
આ ઘટના બનતા જ શિક્ષક સહિત ક્લાસમાં હાજર તમામ વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા અને ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ગોડાદરા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે રિદ્ધિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment