રાજકોટમાં વધુ એક વ્યક્તિનું ક્રિકેટ રમતા રમતા કરુણ મોત, ગ્રાઉન્ડમાં અચાનક જ કાંઈક એવી ઘટના બની કે… પરિવારના લોકો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા…

મિત્રો ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ક્રિકેટ રમતા રમતા મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે રાજકોટ શહેરમાં બનેલી વધુ એક તેવી ઘટના સામે આવી છે. આ ઘટનામાં રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં મિત્રો સાથે ક્રિકેટ રમતા એક યુવકનું અચાનક જ મોત થયું છે. સમગ્ર ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ મયુરભાઈ નટવરભાઈ મકવાણા હતું અને તેમની ઉંમર 45 વર્ષની હતી.

મયૂરભાઈની પત્ની સાથેની ફાઈલ તસવીર.

કહેવામાં આવી રહ્યું છે કે મયુરભાઈ ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ ગ્રાઉન્ડમાં ઢળી પડ્યા હતા. ત્યારબાદ મયુરભાઈના મિત્રો તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે મયુરભાઈની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. મયુરભાઈના મૃત્યુના સમાચાર મળતા જ તેમના પરિવારના સભ્યો તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

પોલીસે પરિવારજનોના નિવેદન નોંધ્યા.

અહીં પરિવારના સભ્યો ધ્રુસકે ધ્રુસકે રડતા નજરે પડ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આજરોજ સવારે મયુરભાઈ રવિવારની રજા હોવાના કારણે પોતાના મિત્રો સાથે રાજકોટના રેસકોર્સ ગાઉનમાં ક્રિકેટ રમવા માટે ગયા હતા. ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ જમીન પર ઢળી પડ્યા હતા.

મયૂરભાઈના પરિવારજનો ધ્રુસકે ધ્રુસકે રડ્યા.

આ દ્રશ્યો જોઈને તેમના સાથી મિત્રો તેમને બચાવવા માટે દોડીને તેમની પાસે પહોંચી ગયા હતા અને પછી તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે મયુરભાઈને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનાને લઈને શાંતિભાઈ પરમાર નામના વ્યક્તિએ જણાવ્યું કે, મયુર મારો ભાણો થતો હતો. તે રેગ્યુલર ક્રિકેટ મેચ રમવા માટે જતો હતો..

મયૂરભાઈના મોતથી પરિવરજનો આઘાતમાં સરી પડ્યા.

તેને કોઈપણ જાતની બીમારી પણ ન હતી અને તેને કોઈપણ જાતનું વ્યસન પણ ન હતું. આજરોજ ક્રિકેટ રમતી વખતે તેને થોડીક ગભરામણ થઈ હતી પરંતુ તેને કોઈને કંઈ કહ્યું નહીં. ત્યારબાદ તે સ્કુટી પર બેસી ગયો હતો. ત્યારે અચાનક જ તે જમીન પર ઢળે પડ્યો હતો. પછી તેના મિત્રો તેને 108 ની મદદ થી ગિરિરાજ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા.

હોસ્પિટલમાં પરિવારના રૂદનથી ગમગીની છવાઇ.

પરંતુ અહીંથી મયુર ને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં સિવિલ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે મયુર ને મૃત જાહેર કર્યો હતો. મયુર ભાઈના મૃત્યુના કારણે એક દીકરા અને એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. મયુરભાઈ સોની કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*