સમગ્ર દેશભરમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ચાલતી બાઈક પર હાર્ટ એટેક આવતા એક વ્યક્તિનું મોત થયું છે. એક ગેરેજ ઓપરેટર બાઈક લઈને જઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો.
આ કારણોસર તેઓ ચાલતી બાઈક પરથી નીચે પડી ગયા હતા. પછી તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થયું હતું તેમના મોતના સમાચાર મળતા જ તેમના પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. આ ઘટના ઇંદોરના મલ્હારગંજ વિસ્તારમાં ગુરુવારના રોજ બની હતી.
સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ હોસ્પિટલ પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ સંજય હતું અને તેની ઉંમર 40 વર્ષની હતી. જાણવા મળી રહ્યું છે કે સંજયભાઈ બાઇક પર જઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ તેઓ બાઈક પરથી નીચે પડી ગયા હતા.
ત્યારબાદ આસપાસના લોકો તેમને એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે સંજયભાઈ ની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. જાણવા મળી રહ્યું છે કે સંજયભાઈ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ગેરેજ ચલાવતા હતા. ગુરૂવારના રોજ બપોરના સમયે તે ગેરેજ નો સામાન્ય લેવા માટે બહાર નીકળ્યા હતા.
તેઓ બાઈક ચલાવી રહ્યા હતા ત્યારે અચાનક જ તેમને છાતીમાં દુખાવો પડ્યો હતો. આ કારણોસર તેઓ ચાલતી બાઈક પરથી નીચે પડી ગયા હતા. ત્યાર પછી તેમનું મોત થઈ ગયું હતું. સંજયભાઈના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. સંજયભાઈ ના મૃત્યુના કારણે એક દીકરા અને એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment