તળાવમાં ડૂબી જવાથી પિતા અને પુત્રનું એકસાથે રિબાઈ રિબાઈને કરુણ મોત… બાપ-દીકરાની એક સાથે અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…

દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે શુક્રવારના રોજ બનેલી એક દુખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પિતા-પુત્રન એક સાથે પોતાનો જીવ ગુમાવ્યો છે. બાપ-દીકરાનું એક સાથે મોત થતા જ હસતા-ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

જાણવા મળી રહ્યું છે કે પિતા અને પુત્રનું તળાવમાં ડૂબી જવાના કારણે કરુણ મોત થયું છે. ત્યારબાદ બંનેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા હતા. આજરોજ બંનેના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. આ દુઃખદ ઘટના રાજસ્થાનના પાલીમાંથી સામે આવી રહી છે.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, 15 વર્ષનો ભવાની અને 13 વર્ષનો તેનો નાનો ભાઈ પિયુષ બંને તળાવમાંથી પાણી ભરવા માટે ગયા હતા. આ દરમિયાન બંને તળાવમાં ન્હાવા માટે પાણીમાં ઉતર્યા હતા અને આ દરમિયાન બંને ઉંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા.

આ દ્રશ્યો ગામનો એક વ્યક્તિ જોઈ ગયો હતો એટલે તેને આ ઘટનાની જાણ બાળકોના પિતાને કરી હતી. ઘટનાની માહિતી મળતા જ બાળકના પિતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા પિતાને તરતા આવડતું ન હતું. છતાં પણ બંને દીકરાઓનો જીવ બચાવવા માટે તેઓ તળાવમાં કુદી પડ્યા હતા.

પછી પિતાએ પોતાના બંને બાળકોને પકડી લીધા પરંતુ ત્રણેય એક સાથે તળાવમાં ડૂબવા લાગ્યા હતા. આ દરમિયાન આસપાસના ગામના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ 15 વર્ષના ભવાનીને ગામના લોકોએ બચાવી લીધો હતો. પરંતુ 13 વર્ષના પિયુષ અને તેના પિતાને ગામના લોકો બચાવી શક્યા ન હતા. જેથી બંનેનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું હતું.

પિતા અને પુત્રના એક સાથે મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યો અને સગા-સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે, સમગ્ર ઘટના બન્યા બાદ પિયુષ અને તેના પિતાને પાણીમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બંનેની તપાસ કર્યા બાદ બંનેને મૃત જાહેર કર્યા હતા. પછી બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*