અકસ્માતમાં પિતા-પુત્રનું કરૂણ મૃત્યુ : વડોદરા નજીક એક ટ્રકચાલકને બાઈક પર સવાર પિતા-પુત્રને લીધા અડફેટેમાં – બંનેનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

વડોદરા શહેર નજીક નંદેશરી-ફાજલપુર રોડ પર બનેલી એક ખૂબ જ ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં પિતા-પુત્રે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર એક તરફ ચાલકે બાઇક પર જઇ રહેલા પિતા-પુત્રને અડફેટેમાં લીધા હતા.

આ ઘટનામાં બાઇક પર સવાર 16 વર્ષના પુત્રના કમરના ભાગેથી બંને પગ અલગ થઈ ગયા હતા. ઉપરાંત પિતાના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે અકસ્માત બન્યો ત્યારે પિતા અને પુત્ર બંને વાસદ તરફ જઈ રહ્યા હતા.

રાયકા ગામના રહેવાસી પિતા અને પુત્રનું અકસ્માતમાં એક જ સાથે મૃત્યુ થતાં ગામમાં અને પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રક ચાલક સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર રાયકા ગામના રગડી તળાવ પાસે રહેતા 35 વર્ષીય નરેન્દ્રભાઈ રમણભાઈ અને તેમના 16 વર્ષના પુત્રનું આ અકસ્માતમાં ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર પિતા-પુત્ર બાઈક પર પોતાના ગામ થી વાસદ જવામાટે નીકળ્યા હતા.

ત્યારે રસ્તામાં નંદેશરી-ફાજલપુર રોડ પર નવા બનતા બ્રિજ પાસે તેમની બાઈકને એક ટ્રકે જબરદસ્ત ટક્કર લગાવી હતી. જેના કારણે બાઈક પર સવાર પિતા-પુત્ર રોડ પર ફંગોળાઇ ગયા હતા. અકસ્માતમાં ભારે ગંભીર ઇજા પહોંચી હોવાના કારણે બંનેના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થઈ ગયા હતા.

આ ઘટના બુધવારે બપોરના સમયે બની હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. અને પિતા અને પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ફરાર ટ્રકચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*